મોરબી : મોરબીમાં કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈને આંશિક લોકડાઉન કરવા બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે સંપુર્ણ જીલ્લામાં કોરોનાનો કહેર વર્તાય છે. ત્યારે પરિસ્થિતીને કાબુમાં લેવા તંત્ર દ્વારા આંશિક લોકડાઉનના કડક પગલા લેવાય તે જરૂરી લાગી રહ્યુ છે. મોટા ભાગે જ્યારે આંશિક લોકડાઉન કરવામા આવે ત્યારે સવારના સમયમાં લોકડાઉન ન હોય અને બપોર પછીના સમયમાં લોકડાઉન હોય તેવુ થતુ હોય છે. તેના બદલે સવારમાં લોકડાઉન અને બપોર પછી સાંજના સમયે પણ લોકડાઉન કરવામાં આવે. તેમજ માત્ર 10 કે 11 વાગ્યાથી 2 કે 3 વાગ્યા સુધી અનલોક કરવામાં આવે તો બપોરના સમયે જેમને ફરજીયાત હોય તે લોકો જ બહાર નિકળે, અમસ્તા લટાર મારવા નિકળતા લોકો તડકાના હિશાબે બહાર ન નીકળે. તેમ કરવા અપીલ કરવામાં આવી છે. હાલમાં ભારતીય કિશાન સંઘ-મોરબી જીલ્લાના પ્રમુખે જીલ્લાના ચાર તાલુકાનો સાયકલ પ્રવાસ પુર્ણ કરી દરેક સ્થળની વર્તમાન સ્થિતી જાણેલી હતી. જેમાં તેઓને મોરબી અને ટંકારા તાલુકાની સ્થિતી અતિ ગંભીર જણાયેલ છે. આ પરિસ્થિતીમાં કડકમાં કડક પગલા લેવાય તેવી માંગ કરવામાં આવી છે.