100થી વધુ લોકોને એકત્રિત કરી વરઘોડો કાઢતા સરકારના જાહેરનામાના ભંગની ફરિયાદ મોરબી : હાલ કોરોના સંક્રમણનો જોર વધુ ઘાતકી બન્યું હોવાથી ભીડનું જોખમ ટાળવા માટે રાજ્ય સરકારે લગ્ન પ્રસંગમાં 100 જેટલા વ્યક્તિઓને ભેગા થવાની મંજૂરી આપી છે. આમ છતાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના ક્વાર્ટરમાં એક પરિવારને ત્યાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં 100થી વધુ લોકો ભેગા થયાનું પોલીસની ધ્યાને આવતા પોલીસે લગ્નનું આયોજન કરનાર પરિવારના બે સભ્યો સામે સરકારના જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર એ ડીવીઝનના એ.એસ.આઇ વનરાજસિંહ અગરસિંહ રાણાએ સરકાર તરફ ખુદ ફરિયાદી બનીને આરોપીઓ જગદિશભાઇ પ્રભુભાઇ દેલવાણીયા (ઉ.વ.૪૦ ધંધો.મજુરી રહે, લીલાપર રોડ સરકારી આવાસ યોજના કવાટર્સમા મોરબી) તથા પપુભાઇ સવજીભાઇ દેલવાણીયા (ઉ.વ.૩૬ ધંધો.મજુરી રહે,આનંદનગર શનાળા બાયપાસ મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૮ ના રોજ આરોપીઓ પોતાના લીલાપર રોડ સરકારી આવાસ યોજનાના કવાટર્સમા જાહેર જગ્યા લગ્ન પ્રસંગનું આયોજન કર્યું હતું. જેમાં સરકારે 100 લોકોને જ ભેગા કરવાની છૂટ આપી હોવા છતાં આરોપીઓ વધુ લોકો ભેગા કર્યા હતા અને સરકાર દ્વારા તમામ પ્રકારના લગ્ન પ્રસંગોમાં સોસીયલ ડિસ્ટન્સ જળવાય અને 100થી વધારે વ્યક્તિઓ એકત્રીત ન થાય તે માટે મનાય ફરમાવેલ તેમ છતા આરોપીઓએ લગ્ન પ્રસંગમા 100થી વધુ વ્યક્તિઓ એકઠા કરી માસ્ક તેમજ સેનેટાઇઝર તથા સોસીયસ ડિસ્ટંસના પાલન ન કરી સરકારના જાહેરનામાનો ભંગ કરી તથા કોરોના વાઈરસનું સંક્રમણ વધે તેવુ બેદરકારી ભર્યુ ક્રુત્ય કર્યું હોવાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.