રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબો દ્વારા કોરોનાની સારવારમાં નાગરિકો અને તબીબોને માર્ગદર્શન મળી રહે એવો ઉપયોગી વાર્તાલાપ મોરબી : ગુજરાત સરકારની કૉવિડ-૧૯ની તજજ્ઞ ડૉક્ટરોની ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યોએ આજે ગાંધીનગરમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ, કોરોના દરમિયાન હોમ આઈસોલેશનનું મહત્વ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવીર ઇંજેક્શનનો ઉપયોગ અને રસીકરણ જેવા વિષયો પર નાગરિકો અને ડોક્ટરોને સતાવતી વિવિધ પ્રકારની સમસ્યાઓનું સમાધાન થાય એ પ્રકારે વિસ્તૃતમાં પત્રકાર મિત્રો સાથે વાતચીત કરી હતી. વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ અને એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના ચેરમેન પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકર, ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના ડાયાબેટોલોજીસ્ટ ડૉ. વી.એન.શાહ , ઈન્ફેક્સિયશ ડિસિઝ કન્સલ્ટન્ટ અને સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેક્શન ડિવિઝનના ડાયરેક્ટર શ્રી ડૉ. અતુલ પટેલ, જાણીતા પલ્મોનલૉજીસ્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલ અને એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈએ વિવિધ વિષયો પર વિસ્તૃત માહિતી આપી હતી. ડૉ.તેજસ પટેલ : અમદાવાદની એપેક્ષ હાર્ટ ઈન્સ્ટીટયુટના ચેરમેન અને કાર્ડિયોલોજીસ્ટ પદ્મશ્રી અમદાવાદની એપેક્ષ હાર્ટ ઈન્સ્ટીટયુટના ચેરમેન અને કાર્ડિયોલોજીસ્ટ પદ્મશ્રી ડૉ.તેજસ પટેલે જણાવ્યુ છે કે; કોરોનાના સંક્રમણથી બચવા માટે સૌ નાગરિકો માસ્ક પહેરે અને જે ના પહેરતા હોય તેમને ફરજીયાત પહેરવા સમજાવીશુ તો જ બચી શકશુ કેમ કે આ એક અલગ પ્રકારનો વાયરસ છે જે શિયાળો,ઉનાળો અને ચોમાસામાં પણ પ્રસર્યો છે. એટલે આપણે માસ્ક પહેરીએ, વારંવાર હાથ ધોઈએ અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવીએ રાજય સરકાર અસરકારક કામગીરી કરી રહી છે ત્યારે પ્રજાકીય સહયોગ પણ એટલો જ અનિવાર્ય છે. તેમણે ઉમેર્યુ કે,કોવિડ-૧૯નો કેસ નવેમ્બર -૨૦૧૯માં શરૂ થયા વાયરોલોજીના નિષ્ણાંતોના મતે આ વાયરસ સામે ભારતના તબીબોએ જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આપ્યા એની નોધ વિશ્વએ પણ લીધી છે. પ્રથમ ફેઈઝમા આપણા પ્રયાસોના કારણે એક તબક્કે કોરોના જશે એવી પરિસ્થિતિ જોવા મળી પરંતું કમનસીબે બીજો તબક્કો વધુ ગંભીર છે ત્યારે આપણે સ્વયં જાગૃત બનવાની જરૂર છે નહી કે ગભરાવવાની જરૂર છે. ડૉ.પટેલે ઉમેર્યુ કે,સંક્રમણને રોકવા માટે દેશભરમાં જે વેકિસનેશન ની કામગીરી થઈ રહી છે ત્યારે સૌ નાગરિકોએ ગભરાયા વગર વેકિસન લઈ લેવી જોઈએ. કોમોર્બિડીટી હોય અને સ્ટેબલ દર્દી હોય તેમણે પણ કોઈ ચિંતા કર્યા વગર વેકિસન લઈ લેવી જોઈએ.તેમણે કહ્યુ કે, આપ વેકિસન લેશો તો કોરોના નહી થાય એવુ નથી પરંતુ સંક્રમિત થવાથી બચશો અને વાયરલલોડ થી બચી શકાશે અને મૃત્યુથી બચી શકાશે અને અન્યને સંક્રમણ નહી ફેલાવવા માટે સુપર સ્પ્રેડર નહી બનો જો દેશભરમાં ૭૦ ટકા લોકો વેકિસન લઈ લેશે તો જ હર્ડ ઈમ્યુનીટી આવશે એટલા માટે સૌ એ રસી લઈ લેવી અત્યંત જરૂરી છે. તેમણે કહ્યુ કે,લોકડાઉન એ સંક્રમણ રોકવાનો કોઈ ઉપાય નથી સંક્રમણની ચેઈન તોડવી એ પણ જરૂરી છે પરંતુ ચેઈન તોડવા માટે આપણે સૌ એ માસ્ક પહેરવું,યોગ્ય સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવુ અને બિન જરૂરી ટોળામાં એકત્ર ન થવુ એ જ અસરકારક નીવડશે ડૉ. દિલીપ માવળંકર : પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટયૂટના નિયામક અને કોવીડ ટાસ્ક ફોર્સના સદસ્ય પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટયૂટના નિયામક અને કોવીડ ટાસ્ક ફોર્સના સદસ્ય ડૉ. દિલીપ માવળંકરે જણાવ્યું કે, કોરોના સામેની લડતમાં આપણે 'એસ.એમ.એસ.' (સેનિટાઇઝેશન, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ) અને ટી.ટી.ટી. (ટેસ્ટિંગ, ટ્રેસિંગ,ટ્રિટમેન્ટ) બાદ હવે 3વી. (વેક્સિનેશન, વેન્ટિલેશન, વલ્નરેબલ્સ કેર) નું સૂત્ર પણ અપનાવવું પડશે. તેમણે કહ્યું કે, કોરોના સામેની લડતમાં લોકો વેન્ટિલેશન (હવા-ઉજાસ)ને ભૂલી રહ્યા છે. સંક્રમણથી બચવા ઘરોમાં વેન્ટિલેશન ખૂબ જ અગત્યનું છે તથા એર કન્ડીશનીંગ સુવિધાઓનો ઉપયોગ ટાળવો પણ હિતાવહ છે, તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, કોરોના વાયરસના નવા સ્ટ્રેન, વેકસીન લીધા બાદ પણ વ્યક્તિનું કોરોના સંક્રમિત થવું અને એકવાર કોવિડ દર્દી બન્યા બાદ ફરી બીજીવાર સંક્રમિત થવાના કિસ્સાઓના હજી વધુ સઘન અભ્યાસ જરૂરી છે જે ભારતને વિશ્વના તજજ્ઞો કરી રહ્યા છે. ડોક્ટર માવળંકરે સૂચન કરતાં કહ્યું કે, યુવાનો સહિત તમામ લોકોએ બિનજરૂરી પ્રવાસ ટાળવો જોઇએ. કારણકે કોરોનાના બીજા વેવમાં પહેલા વેવથી ત્રણ ગણી ઝડપે સંક્રમણ ફેલાઇ રહ્યું છે. તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ડ્રગ્સ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને આવશ્યક સંશાધનો (લોજિસ્ટિક)ના મેનેજમેન્ટ થકી દર્દીઓની સારવારને સુનિશ્ચિત કરી શકાશે. કોરોના સંક્રમણ વિશે લોકોને જાગૃત કરવા માટે સંચાર માધ્યમોએ પણ અગત્યનો ભૂમિકા ભજવવી પડશે તેમ તેમણે ઉમેર્યું હતું. ડૉ. વી.એન. શાહ : ઝાયડસ કેડિલામાં ડાયાબિટીયૉલોજીસ્ટ તરીકે કાર્યરત વરિષ્ઠ ડૉક્ટર-નિષ્ણાંત ડાયાબિટીયૉલોજીસ્ટ ડૉ. વી.એમ. શાહે પત્રકાર સાથેના સંવાદમાં જણાવ્યું કે, કોરોનાની ‘વોર-લાઇક’ સ્થિતિ સામે લડવા માટે ‘માસ મુવમેન્ટ’ શરૂ કરવાની જરૂર છે. ગામે-ગામ, તાલુકે-તાલુકે અને જિલ્લે-જિલ્લે સૌએ સમિતિઓ બનાવીએ, SMS તથા વેક્સિનેશનની જાગૃતિ ફેલાવીને તેમના વિસ્તારમાં કોવિડ-૧૯ની પ્રવેશબંધી માટે કડકાઇપૂર્વકનું અભિયાન ચલાવવું જોઇએ. શાહે ઉમેર્યું કે હાલ કોવિડ-૧૯નો યુકે વેરિયન્ટ આપણા દેશમાં છે, જે ચાર થી છ ગણી ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોઈ એક વ્યક્તિને જો ઘરમાં કોવિડ-૧૯ પોઝિટીવ આવે તો તે ઝડપભેર ઘરના અન્ય સભ્યોને પણ ચેપગ્રસ્ત બનાવે છે. આ પરિસ્થિતિને નિવારવા આપણી પાસે વેક્સિનેશન (રસી) ઉપલબ્ધ છે. વેક્સિનેશન (રસી) આ રોગની અટકાયતનો હલ છે. આપણી પાસે રસી આવી ગઈ છે. અને મોટી ઉંમરના કોમોર્બિડ સહિતના લોકોને તે આપી શકાય છે. ડૉ.વી.એમ.શાહે કહ્યુ કે, પુન: આજે એક વર્ષ બાદ કોવિડ-૧૯ની અટકાયત વિશે ચર્ચા કરવા માટે એકઠા થયા છીએ ત્યારે એસ.એમ.એસ.ના પાલનની પુનુરુક્તિ જરૂરી છે. આ સાથે જ આપણે રસીકરણને પ્રોત્સાહન આપવાનું છે. શાહે સ્પષ્ટપણે કહ્યું કે, રસી સંદર્ભે ફેલાયેલી ગેરમાન્યતાઓને દૂર કરવી પડશે....