કોટન, કપાસમાં સુધારાનો સંચાર મુંબઈ: એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં પ્રથમ સત્ર સુધીમાં ૧૮૯૦૬૫ સોદામાં રૂ.૧૧૧૩૨.૧૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સાર્વત્રિક ઘટાડો થયો હતો. સોનું ૧૦ ગ્રામદીઠ રૂ.૧૯૫ અને ચાંદી કિલોદીઠ રૂ.૫૦૯ ઘટ્યા હતા. તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)ના વાયદાઓમાં ૪૦,૬૧૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૯૦,૭૮૦ ટનના સ્તરે પહોંચ્યો હતો. કોટન, કપાસમાં સુધારાના સંચાર સામે સીપીઓ, રબરના વાયદા ઘટ્યા હતા. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૫૯૧૦ સોદાઓમાં રૂ.૫૩૪૭.૨૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬૭૬૬ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૮૮૭ અને નીચામાં રૂ.૪૬૫૭૫ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૫ ઘટીને રૂ.૪૬૬૪૩ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૦ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૭૨૪૮ અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૬૨૩ થયા હતા, જ્યારે સોનું-મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૬૨ ઘટીને બંધમાં રૂ.૪૬૪૧૪ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૭૧૮૧ ખૂલી, ઊપરમાં રૂ.૬૭૪૫૬ અને નીચામાં રૂ.૬૬૬૭૫ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૦૯ ઘટીને રૂ.૬૬૯૯૨ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૫૦૩ ઘટીને રૂ.૬૭૦૩૦ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૫૦૧ ઘટીને રૂ.૬૭૦૨૫ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૮૬૪૧ સોદાઓમાં રૂ.૨૬૫૬.૧૪ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૪૫૧ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૭૬ અને નીચામાં રૂ.૪૪૨૯ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯ વધીને રૂ.૪૪૫૭ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૩૨૧૬ સોદાઓમાં કુલ રૂ.૫૦૬.૬૫ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન એપ્રિલ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૯૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૦૪૦ અને નીચામાં રૂ.૨૧૮૬૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૦ વધીને રૂ.૨૧૯૮૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ એપ્રિલ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૪૬ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩.૧ ઘટીને બંધમાં રૂ.૧૧૨૭.૫ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૯૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૭.૯ અને નીચામાં રૂ.૯૫૫ રહી, અંતે રૂ.૯૫૬ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૩૨૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૫૦ અને નીચામાં રૂ.૧૩૨૪ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫ વધીને રૂ.૧૩૪૩.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. રબરનો એપ્રિલ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૭૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૬,૭૫૦ અને નીચામાં રૂ.૧૬,૪૨૬ બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૮ ઘટી રૂ.૧૬,૬૦૭ના સ્તરે બંધ થયો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૩૫૨૯૭ સોદાઓમાં કુલ રૂ.૨૭૨૨.૧૨ કરોડ ની કીમતનાં ૫૮૨૯.૪૦૧ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૦૬૧૩ સોદાઓમાં કુલ રૂ.૨૬૨૫.૦૯ કરોડ ની કીમતનાં ૩૯૧.૦૬૨ ટન, ક્રૂડ તેલમાં ૨૪૪૫૮ સોદાઓમાં રૂ.૧૬૨૯.૩૧ કરોડનાં ૩૬૫૮૧૦૦ બેરલ્સ, કોટનમાં ૬૪૦ સોદાઓમાં રૂ.૪૯.૫૮ કરોડનાં ૨૨૫૦૦ ગાંસડી, સીપીઓમાં ૨૪૮૬ સોદાઓમાં રૂ.૪૫૫.૦૧ કરોડનાં ૪૦૬૧૦ ટન, મેન્થા તેલમાં ૨ સોદાઓમાં રૂ.૩૦.૯૭ લાખનાં ૩.૨૪ ટન, રબરમાં ૮૧ સોદામાં રૂ.૧.૫૬ કરોડનાં ૯૪ ટન, કપાસમાં ૭ સોદાઓમાં રૂ.૧૮.૮૧ લાખનાં ૨૮ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૫૮૧૪.૩૯૭ કિલો, ચાંદીના વાયદાઓમાં ૪૪૯.૮૬૯ ટન, ક્રૂડ તેલમાં ૮૧૧૫ બેરલ્સ, કોટનમાં ૨૨૨૬૨૫ ગાંસડી, સીપીઓમાં ૯૦૭૮૦ ટન, મેન્થા તેલમાં ૪૯.૬૮ ટન, રબરમાં ૩૦૩ ટન અને કપાસમાં ૧૨૮ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૭૦૦.૫ ખૂલી, ઊપરમાં રૂ.૭૦૮ અને નીચામાં રૂ.૬૧૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૨૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૩૦ અને નીચામાં રૂ.૪૫૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૧૮ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૧૨૨.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૨૨.૫ અને નીચામાં રૂ.૮૨૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૮૧.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૫૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૪૩ અને નીચામાં રૂ.૪૫૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૦૩ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૮૭ ખૂલી, ઊપરમાં રૂ.૯૯.૫ અને નીચામાં રૂ.૮૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૯૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૩ અને નીચામાં રૂ.૮૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૯.૬ બંધ રહ્યો હતો.