માત્ર રાત્રે 9થી 10 દરમિયાન જ સંપર્ક કરવા આગ્રહ ભર્યો અનુરોધ મોરબી: શહેરની તમામ ખાનગી-સરકારી હોસ્પિટલોમાં કોવિડ પેશન્ટને દાખલ કરવાની જગ્યા ન હોય મોરબીના અનેક દર્દીઓ હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ રહ્યા છે. ત્યારે મોરબીના કોઈપણ દર્દી કે જેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હોય અને તેમની પાસે મોબાઈલ ફોનની સુવિધા ન હોય તેમની તબિયત સહિતની સ્થિતિ જાણવા માટે મૂળ મોરબીના અને હાલ રાજકોટ સિવિલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા ડૉ. વિશ્વાસ કાવરે પહેલ કરી મોબાઈલ નંબર જાહેર કર્યા છે. મોરબીના કોઈપણ દર્દી રાજકોટ સ્થિત સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યા હોય તેમની સ્થિતિ જાણવા માટે મુળ મોરબીના ડૉ. વિશ્વાસ કાવરે 9737721098 મોબાઈલ નંબર જાહેર કર્યો છે. ઉપરોકત મોબાઈલ નંબર પર દર્દીના નજીકના સંબંધીઓ રાત્રે 9થી 10 દરમિયાન એડમિટ થયેલા મોરબીના દર્દીની સ્થિતિ વિશે જાણકારી મેળવી શકે છે. જે દર્દીઓ પાસે મોબાઇલની સુવિધા ન હોય તેના પરિચિતો માટે આ સેવાકાર્ય હાથ ધર્યું હોય ઉપરોક્ત સમય દરમ્યાન જ ફોન કરવો. દર્દીની સ્થિતિ જાણવા માટે દર્દીનું નામ, એમ.આર. ડી. નંબર અને ક્યાં માળ પર દર્દી દાખલ થયા છે તે જણાવવાથી દર્દીની સ્થિતિ-તબિયત અંગે પરિજનોને જાણકારી મળી રહેશે તેમ ડૉ. કાવરે મોરબી અપડેટને જણાવ્યું છે સાથો -સાથ તેમને આગ્રહભરી વિનંતી કરી રાત્રીના સમયે જાહેર કરેલા સમયે જ ફોન કરવા ભાર પૂર્વક જણાવ્યું છે.