હળવદ : માળીયા હાઇવે પર કાર હડફેટે આવી જતા બાઇકચાલકને ઇજા પહોંચી છે. આ બનાવમાં હળવદ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગત તા. 3ના રોજ માળીયા હાઇવે પર નવા ધનાળા પાટીયાથી ઇશ્વરનગર તરફ જતી કેનાલના રોડ ઉપર કેનાલના નાલા પાસે આરોપી એક બ્લુ અથવા કાળા જેવા કલરની ફોર વ્હીલના ચાલકે પોતાની ફોર વ્હીલ બેદરકારીપુર્વક ચલાવી ફરીયાદી નુરમોહમદ ઉર્ફે નુરાભાઇ ઓઘડભાઇ મુલતાનીના બજાજ પ્લેટીના રજી.નં.જી.જે.૩૬ એ.૮૦૯૯ સાથે અથડાવી દીધી હતી. આથી, ફરીયાદી નુરમોહમદને જમણા હાથના કાંડાના ભાગે ફેકચર, ગળે પાંસળીના ભાગે તથા જમણી બાજુના પડખે મુંઢ ઇજા પહોંચી હતી. હાલમાં પોલીસે બાઈક ચાલકની ફરિયાદના આધારે ગુન્હો નોંધી કારચાલકની શોધખોળ આદરી છે.