મોરબી : હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોવિડ દર્દીઓને સમયસર હોસ્પિટલે પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ મળતી નથી ત્યારે એમ્બ્યુલન્સનો ઉપયોગ દવા સહિતના અન્ય સાધનોની હેરફેર માટે કરવામાં આવતો હોવાના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. મોરબીમાં કોરોનાનું બિહામણું ચિત્ર ઉપસી રહ્યું છે. દર્દીઓની હેરફેર માટે વપરાતી એમ્બ્યુલન્સની અછત વર્તાઈ રહી છે ત્યારે દર્દીઓને એક હોસ્પિટલેથી બીજી હોસ્પિટલ કે ઘેરથી હોસ્પિટલ લઈ જવા માટે લોકોએ વધુ ભાડું ચૂકવીને ખાનગી વાહનોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. એમ્બ્યુલન્સની અછત વચ્ચે હોસ્પિટલના તંત્રવાહકો એમ્બ્યુલન્સનો ઉપયોગ દવા સહિતની ચીજ-વસ્તુની હેરફેર માટે કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સ્ટ્રેચર નો ઉપયોગ પણ માલસમાનની હેરફેર માટે કરાતો હોવાનું સામે આવ્યું છે.