કોરોનાએ મોઢું ફાડતાં તાકીદે લેવાયો નિર્ણય વાંકાનેર : વાંકાનેર પંથકમાં કોરોના બેફામ બની રહ્યો છે ત્યારે આજે બપોરે બે કલાકથી આવતા રવિવાર સુધી વાંકાનેર માર્કેટ યાર્ડ સજજડ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. માર્કેટ યાર્ડમાં દલાલો, મજૂરો, કર્મચારીઓ, ઓક્શનર તાવ, શરદી જેવી નાની મોટી બીમારીઓ ધરાવતા હોય આજરોજ દલાલો સાથે તાકીદે બેઠક યોજી તા. 11 ને આવતા રવિવાર સુધી માર્કેટ યાર્ડ સજજડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી જણસની ઉતરાય બંધ રાખવાનું સેક્રેટરીની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.