વાંકાનેરની ગેલેક્સી સ્કૂલ અને બેન્ક દ્વારા ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન પુરા પાડશે વાંકાનેર : વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે ત્રણ દર્દીઓના મૃત્યુના સમાચાર પ્રસિદ્ધ થતા જ ખાનગી સ્કૂલ અને બેન્ક જરૂરિયાત દર્દીઓ માટે આગળ આવી છે અને ઓક્સિજનની જરૂરતવાળા દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન પુરા પાડવા જાહેરાત કરી છે. વાંકાનેરની ગેલેક્સી સ્કૂલ અને ગેલેક્સી બેન્ક દ્વારા આજે વાંકાનેરમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન વસાવી લોકોને વિનામૂલ્યે આપવા જાહેરાત કરી છે. જેથી, વાંકાનેરના જરૂરિયાતમંદ દર્દીઓએ મો.નં. 82382 77777 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.