યોગ દ્વારા જીવનમાં નિતાંત આનંદ અને વ્યક્તિવ વિકાસમાં સહાયક ઓનલાઈન યોગ શિબિરમાં ભાગ લેવા કરાઈ અપીલ મોરબી: એસ.એસ.વાય (સિદ્ધ સમાધિ યોગ) એ તન-મનને શુદ્ધ રાખવાની યૌગિક ક્રિયા શીખવતી સંસ્થા છે. જીવનને નિતાંત આનંદ, ઉલ્લાસથી ભરી વ્યક્તિત્વ વિકાસમાં આ યૌગિક ક્રિયા મહત્વપૂર્ણ ભાગ ભજવતી હોવાનું સિદ્ધ થયું છે. આ ઉપરાંત આ યોગ શિબિર દ્વારા હઠીલા રોગો પર પણ નિયંત્રણ આવતું હોવાનો દાવો શિબિરાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. 15 એપ્રિલથી 2 મે દરમ્યાન આ યોગ શિબિરનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 8થી 10:30 દરમ્યાન ઓનલાઈન શિબિરમાં ભાગ લઈ શકાય છે. એસ.એસ.વાયના રાજુજી અને ભાર્ગવજી આ યોગ શિબિર લેવાના હોય શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક લોકો લીનામાં મો.નં. 83201 99379 તથા શ્રેયામાં 99258 47148 પર વધુ વિગતો મેળવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સકારાત્મક વિચારસરણીના વિકાસ માટે, વ્યક્તિવ વિકાસની આધુનિક ટ્રેઇનિંગ આપતી એસ.એસ. વાય શિબિર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉપલબદ્ધ છે.