મોરબી : મોરબીમાં કોરોનાની ઘાતક પરિસ્થિતિ વચ્ચે કોરોના ટેસ્ટ કીટની અછતને પહોંચી વળવા માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા આવતીકાલે તા 9 ના રોજ સવારે 9 વાગ્યે શહેરના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે તમામ વ્યક્તિઓને વિનામૂલ્યે કોરોના રેપીડ ટેસ્ટ કરવાના સેન્ટરનો શુભારંભ કરવામાં આવશે.જેમાં રેપીડ કીટ મારફત કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને ટેસ્ટ કરી આપવામાં આવશે.જેમાં જે કોઈ વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવશે તેઓને 14 દિવસની દવાની કીટ પણ આપવામાં આવશે.