સદસ્યોની જાણ બહાર બાંધકામની ગેરકાયદે મજૂરી આપ્યાની અરજીના આધારે ટીડીઓએ ડીડીઓને રિપોર્ટ કર્યો મોરબી : મોરબીના જાબુંડીયાના સરપંચે સદશ્યોની જાણ બહાર અક્ષર બિલ્ડરને બાંધકામની ગેરકાયદે મજૂરી આપી દીધાની અગાઉ એક સન્ડયે ટીડીઓને અરજી કરી હતી. આ અરજીના આધારે ટીડીઓએ યોગ્ય તપાસ કરીને આ મામલે સમગ્ર અહેવાલ ડીડીઓને આપ્યો છે અને ટીડીઓએ જાબુંડીયાના સરપંચે હોદાનો દૂરઉપયોગ કર્યાનું જણાવીને તેમને તાત્કાલીક હોદા પરથી દૂર કરવા ધોરણસરના પગલાં લેવાની ડીડીઓને ભલામણ કરી છે. જાંબુડિયા ગ્રામ પંચાયતના સદસ્ય ટપુબેન ખોડાભાઈ પાંચીયાએ ગત તા.21 જાન્યુઆરીના રોજ મોરબી તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી કે, જાંબુડીયા ગામના સરપચે ગત તા.11 જાન્યુઆરીના રોજ સદસ્યોની જાણ બહાર ગામની કિંમતી જમીન ઉપર અક્ષર બિલ્ડરને બાંધકામની ગેરકાયદે મંજૂરી આપી હોવાથી આ મજૂરી રદ કરીને હોદાના દૂરઉપયોગ બદલ સરપંચ સામે ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. આથી ટીડીઓ આ મામલે શુ હકીકત છે તેની ખરાઈ કરવા ગામના તલાટી મંત્રી પાસે રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં તલાટી મંત્રીનએ તા.30 જાન્યુઆરીના રોજ આપેલા પત્રમાં છેલ્લી સભાની કાર્યવાહી અને બાંધકામ રજીસ્ટર ચેક કરતા આવી કોઈ બાંધકામને મજૂરી આપી હોવાનું જણાયું નથી. તેમજ તલાટી મંત્રીના 9 ફ્રેબ્રુઆરીના પત્રમાં જણાવ્યા અનુસાર રેકર્ડ ખરાઈ કરતા બાંધકામને મંજુરી આપેલ ન હોવાનું જણાતા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જ્યારે તલાટી મંત્રીના 17 માર્ચના રોજ પત્રમાં જણાવ્યા અનુસાર બાંધકામ નોટિસ આપવા છતાં ચાલુ હોવાથી જાંબુડિયા ગ્રામ પંચાયતની સામાન્ય સભા 12 માર્ચના રોજ મળી હતી. તેમાં વગર મંજૂરીએ બાંધકામ ચાલુ રાખવા બદલ રૂ. 200 અને 87 દિવસના મળી કુલ 2810 નો દંડ વસુલ લઈ બેનીખેતીની શરતો અને નકશા મુજબના બાંધકામને મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું હતું. આથી ટીડીઓએ આ અંગે ડીડીઓને અહેવાલ મોકલી જાંબુડિયા ગામના સરપંચે હોદાનો દૂરઉપયોગ કર્યો હોય તેઓને હોદા પરથી દૂર કરવાનો અભિપ્રાય આપ્યો છે ત્યારે આ મામલે હવે ડીડીઓ કેવો નિર્ણય લે છે તેના પર મીટ મંડાઈ છે.