મોરબી: એક તરફ કોવિડ-19ની મહામારી બેકાબુ બની છે. શહેર- જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે લીલાપર રોડ પર વિતરિત થતા નર્મદાના પાણીમાં દૂષિત પાણી ભળી જવાની ગંભીર સમસ્યાએ લોકોનો જીવ તાળવે ચોંટાડી દીધો છે. શહેરના લીલાપર રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી વિતરિત થતું હોવાની ફરિયાદો ઉઠી છે. રાત્રે ભરેલા પાણીમાં સવાર થતા સુધીમાં શેવાળ જામી જતા પીવા માટે તો દુરની વાત છે; એ પાણી વાપરવા લાયક પણ રહેતું નથી. સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે ઋતુજન્ય બીમારી અને બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે આ ત્રીજી સમસ્યા ઉદ્દભવી હોય તંત્ર આ બાબતની ગંભીરતા સમજી ત્વરિત સમસ્યાનું નિરાકરણ લાવે.