ગ્રામ પંચાયત દ્વારા ચકમપર ગામને ઉપયોગી એવા R.O પ્લાન્ટનો પ્રોજેકટનો શુભારંભ મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા આરઓ પ્લાન્ટ પ્રોજેક્ટનો આજે શુભારંબ કરવામાં આવ્યો હતો. ચકમપર ગ્રામ પંચાયત દ્વારા પૂજાવિધિ કરીને ગામહિત અને લોકહિત માટે ગામ લોકોને શુદ્ધ પીવાનું પાણી ગામમાંથી જ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે અને ગામના પાદરમાં જ R.O ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે જેના ઉદઘાટન પ્રસંગે ગામના સરપંચ તથા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ ગામલોકોએ હાજરી આપી હતી નોંધનીય છે કે પંચાયતના આર.ઓ.પ્રોજેક્ટથી ચકમપર ગામના લોકોને દરરોજ આશરે 5000 રૂપિયા સુધીની બચત થશે.