પૂજારી અને દશનામ ગૌસ્વામી યુવક મંડળે કલેકટરને આવેદન આપ્યું, ફરિયાદ કરનાર કહેવાતા ટ્રસ્ટીની પણ ઉલટ તપાસ કરવા માંગ મોરબી : મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલા જડેશ્વર મહાદેવ મંદિરના પૂજારી સામે કહેવાતા ટ્રસ્ટીએ લેન્ડ ગ્રેબીગની ફરિયાદ નોંધાવ્યા બાદ પૂજારી અને દશનામ ગૌસ્વામી યુવક મંડળ-મોરબી એ કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, પૂજારીના પરિવારને જડેશ્વર મંદિરની જગ્યા સ્ટેટ વખતથી કબ્જો હોય તેમને ટ્રસ્ટ સાથે કોઈ લેવાદેવા ન હોય કહેવાતા ટ્રસ્ટીએ પૂજારીને લેન્ડ ગ્રેબીગન ખોટા કેસમાં ફસાવ્યા બાદ પોલીસે ખોટી રીતે હેરાનગતિ કરી હોવાની રાવ કરી છે. કલેકટરને આપેલા આવેદનપત્ર જણાવ્યા મુજબ વર્ષ 1938 મોરબીના રાજવી કાળથી પૂજારી રાજુગિરી ગોવિંદગિરી ગોસાઈનો.પરિવાર ત્રણ પેઢીથી મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મંદિરમાં સેવાપૂજા કરે છે. મોરબી સ્ટેટ દ્વારા આ પૂજારીના પરિવારને મંદિરની જગ્યાનો કબ્જો સોંપવામાં આવ્યો છે અને સરકારી રેકર્ડ ઉપર પણ આ નોંધ થયેલી છે.તેમ છતાં હાલમાં જડેશ્વર મહાદેવ સેવા મંડળ નામના ટ્રસ્ટના કહેવાતા ટ્રસ્ટી યશવંત જોશીએ કોઈપણ જાતના આધાર પુરાવા વગર જડેશ્વર મંદિરના પૂજારી સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આથી તેઓએ ગત તા.23/2 અને તા.12/3 ના રોજ ડીવાયએસપી સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું.બાદમાં તા.1 એપ્રિલના રોજ બે પોલીસ કર્મીઓ મંદિરે આવી જૂની અરજીમાં નિવેદન લેવાનું કહીને પૂજારી રાજુગિરી તથા તેમના ભાઈ હર્ષદભાઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યાં પોલીસ સ્ટેશને બેસાડી રાખી તેમજ લોકઅપમાં રાખી ઉલટ તપાસ કરી બે દિબ્સ સુધી હેરાનગતિ કરી હતી અને નિવેદન લીધા વગર બન્નેને ગત તા.2 ના રોજ મામલતદાર સમક્ષ જામીન ઉપર છોડી મુક્યા હતા. આથી ક્યાં ગુનામાં આવી રીતે ખોટી હેરાનગતિ કરી તે અંગે તપાસ કરવાની માંગ કરી છે. તેમજ પુજારીના પરિવારને મોરબી સ્ટેટે કાયદેસરની કબ્જો આપ્યો હોય ક્યાં આધારે કહેવાતા ટ્રસ્ટીએ આ ખોટી ફરિયાદ નોંધાવી તેની પણ ઉલટ તપાસ કરવાની માંગ ઉઠાવી છે.