અપૂર્વમુની સ્વામી સહિતના સ્વામી અને ડોકટરો માર્ગદર્શન આપશે મોરબી : સ્વામી નારાયણ સંપ્રદાય દ્વારા બુધવારે કોરોના સાવધાની વેબીનાર યોજાશે. જેમાં અપૂર્વમુની સ્વામી સહિતના સ્વામી અને ડોકટરો માર્ગદર્શન આપશે. 'કોરોનાની વિષમ અને ચિંતાજનક સમયમાં શું સાવધાની રાખવી જોઈએ? જેથી, આપણી જાતને અને પરિવારને બચાવી શકીએ' આ વિષયક સૌરાષ્ટ્રના નિષ્ણાંત ડોક્ટરોના માર્ગદર્શન, અપૂર્વમુની સ્વામીના માહિતીસભર પથદર્શન, ડોક્ટર સ્વામીના આશીર્વચન મળે તે માટે દિશાસૂચક વીડિયો પ્રાપ્ત અને કોરોના અંગે જાગૃતિ આવે તે માટે કોરોના સાવધાની સમારોહનું ઓનલાઇન આયોજન કરેલ છે. આ વેબિનાર તા. 7 એપ્રિલના રોજ બુધવારે રાત્રે 9થી 10:30 કલાકે યોજાશે. જેમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરવાનું રહેશે. https://www.youtube.com/watch?v=YTg-aJh84DY