વેકસીનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોનું રસીકરણ કરાયું મોરબી : મોરબીના સામાકાંઠે વોર્ડ નબર-4માં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેના રામેશ્વર મંદિર ખાતે સ્થાનીક અગ્રણીઓ અને સોઓરડી અર્બન હેકથ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આજે કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વેકસીનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર-માં યોજાયેલા વેકસીનેશન કેમ્પને સફળ બનાવવા ધર્મેન્દ્રસિંહ જાડેજા (ધમભા ચાંદલી), ગીરીરાજસિંહ ઝાલા (કાઉન્સિલર વોર્ડ નં-૪), દિલીપસિંહ જાડેજા, હાર્દિકભાઈ હેરભા, જયેશભાઈ (તરૂણ), તથા રામેશ્વર મહાદેવ મંદિર (ગુ.હા.બોડૅ ) ના દરેક સભ્યો તેમજ સોઓરડી અર્બન હેકથ સેન્ટરના મેડિકલ ઓફિસર એ.એન.ખોરજીયા, ફિમેલ હેલ્થ વર્કર રિદ્ધિબેન ચૌહાણ, શેરસિયા સૂફીયાબેન, પર્પઝ હેલ્થ વર્કર જુનેદભાઈ એમ.વડાવીયા અને શેરસિયા તંજીર સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.આ કેમ્પમાં કુલ 405 લોકોને કોરોના વેકસીન આપવામાં આવી હતી.