ક્રૂડ તેલમાં રૂ.૧૦૪ની વૃદ્ધિ : કપાસ, કોટન, રબર, મેન્થા તેલ ઢીલાં : સીપીઓમાં સુધારો મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં ઉછાળો રહ્યો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૩૧ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૮૬૪ વધ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, રબર અને મેન્થા તેલ ઢીલાં હતાં, જ્યારે સીપીઓમાં સુધારાનો સંચાર થયો હતો. કોમોડિટી ઈન્ડાઈસીસમાં કીમતી ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો એપ્રિલ વાયદો ૧૪,૧૭૯ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૪,૨૬૨ અને નીચામાં ૧૪,૧૭૬ બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે ૧૧૩ પોઈન્ટ વધી ૧૪,૨૪૯ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો એપ્રિલ વાયદો ૧૪,૧૩૫ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૪,૨૦૫ અને નીચામાં ૧૪,૧૦૪ બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે ૨૮ પોઈન્ટ વધી ૧૪,૧૮૨ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૫,૪૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૫,૬૮૦ અને નીચામાં રૂ.૪૫,૪૨૦ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૩૧ વધીને રૂ.૪૫,૬૮૦ બંધ રહ્યો હતો, જ્યારે સોનાનો ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૫,૮૦૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦૧ વધી બંધમાં રૂ.૪૫,૯૨૦ના ભાવ બોલાઈ રહ્યા હતા. ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨૯ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૬,૪૭૨ થયો હતો. આ વાયદો ઊપરમાં રૂ.૩૬,૪૮૦ અને નીચામાં રૂ.૩૬,૨૯૭ બોલાયો હતો. આ સામે ગોલ્ડ-ગિનીનો મે વાયદો રૂ.૨૧૯ વધી ૮ ગ્રામદીઠ રૂ.૩૬,૬૫૧ ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૫૨૬ થયો હતો, જ્યારે મે વાયદો રૂ.૨૨ વધી બંધમાં રૂ.૪,૫૬૧ના ભાવ બોલાઈ રહ્યા હતા. સોનું-મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૫,૨૫૭ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૪૫,૪૬૦ અને નીચામાં રૂ.૪૫,૨૫૦ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮૪ વધી રૂ.૪૫,૪૪૫ બોલાયો હતો, જ્યારે સોનું-મિની જૂન વાયદો રૂ.૨૯૮ વધી બંધમાં રૂ.૪૫,૬૯૫ના ભાવ થયા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૫,૧૫૦ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૬૫,૭૫૦ અને નીચામાં રૂ.૬૪,૯૨૭ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૬૪ના ઉછાળા સાથે રૂ.૬૫,૪૨૬ બંધ રહ્યો હતો. આ સામે ચાંદીનો જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.૭૭૫ ઊછળી બંધમાં રૂ.૬૬,૧૮૯ બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૮૧૨ ઊછળીને રૂ.૬૫૫૧૪ અને ચાંદી-મિની જૂન વાયદો રૂ.૭૮૦ની વૃદ્ધિ સાથે રૂ.૬૬,૪૬૮ થયો હતો. ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૭૯૯ વધીને રૂ.૬૫,૫૧૨ બોલાઈ રહ્યો હતો, જ્યારે ચાંદી-માઈક્રો જૂન વાયદો રૂ.૭૫૫ વધી બંધમાં રૂ.૬૬,૪૮૫ થયો હતો. બિનલોહ ધાતુઓમાં તાંબાનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૬૯૩.૯૦ના સ્તરે ખૂલી, નીચામાં રૂ.૬૮૨.૧૫ સુધી જઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.૫.૭૦ ઘટી રૂ.૬૮૪.૪૦ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૧૭૮.૫૫ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૧૮૧.૧૫ અને નીચામાં રૂ.૧૭૮.૫૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૮૦ વધી રૂ.૧૮૦.૬૦ થયો હતો. સીસાનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૧૬૩.૨૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૩.૯૫ અને નીચામાં રૂ.૧૬૧.૮૦ સુધી જઈ અંતે ૨૦ પૈસા સુધરી બંધમાં રૂ.૧૬૩.૭૫ થયો હતો. આ સામે નિકલનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૧,૨૨૭ના મથાળે ખૂલી, ઊપરમાં રૂ.૧,૨૩૪.૯૦ અને નીચામાં રૂ.૧,૨૨૪.૫૦ બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે ૩૦ પૈસા ઘટી રૂ.૧,૨૩૧.૪૦ થયો હતો. જસતનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૨૨૦.૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૪.૨૦ અને નીચામાં રૂ.૨૨૦.૮૦ બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.૩.૬૫ વધી રૂ.૨૨૩.૩૦ થયો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪,૩૧૯ ખૂલી, ઊપરમાં રૂ.૪,૪૩૪ અને નીચામાં રૂ.૪,૩૦૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૪ ઊછળીને રૂ.૪૩,૮૫ બોલાઈ રહ્યો હતો. ક્રૂડ તેલનો મે વાયદો બેરલદીઠ રૂ.૯૫ વધી બંધમાં રૂ.૪,૪૦૦ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસના ત્રણેય વાયદા રૂ.૪.૪૦થી રૂ.૪.૬૦ જેટલા સુધર્યા હતા. નેચરલ ગેસનો એપ્રિલ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૪.૪૦ વધી રૂ.૧૮૮ બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)નો એપ્રિલ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧,૫૩૦ના મથાળે ખૂલી, ઊપરમાં રૂ.૨૧,૫૯૦ અને નીચામાં રૂ.૨૧,૩૬૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦ ઘટીને રૂ.૨૧,૪૬૦ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટનનો મે વાયદો સૌથી વધુ રૂ.૫૦ ઘટી બંધમાં રૂ.૨૧,૭૫૦ના ભાવ બોલાઈ રહ્યા હતા. ક્રૂડ પામતેલ (સીપીઓ)ના ત્રણેય વાયદા ૧૦ કિલોદીઠ રૂ.૧૮.૩૦થી રૂ.૨૦.૩૦ જેટલા વધ્યા હતા. સીપીઓનો એપ્રિલ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧,૧૨૩.૫૦ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૧,૧૩૮.૭૦ અને નીચામાં રૂ.૧,૧૧૫ બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮.૩૦ વધીને બંધમાં રૂ.૧,૧૩૬.૫૦ના ભાવ થયા હતા, જ્યારે સીપીઓનો દૂર ડિલિવરીનો જૂન વાયદો રૂ.૨૦.૩૦ વધી બંધમાં રૂ.૧,૦૭૦ બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૯૬૨.૯૦ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૯૬૨.૯૦ અને નીચામાં રૂ.૯૫૬.૧૦ રહી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૪.૭૦ ઘટી રૂ.૯૫૬.૧૦ થયો હતો. કપાસ એપ્રિલ -૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૨૮૮ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૧,૨૯૩ અને નીચામાં રૂ.૧,૨૭૩ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨ જેટલો મામૂલી ઘટી રૂ.૧૨૭૯ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. રબરના વાયદાઓમાં ૧૦૦ કિલોદીઠ રૂ.૫૦થી રૂ.૧૦૫નો ઘટાડો થયો હતો. રબરનો એપ્રિલ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૭,૩૦૧ના સ્તરે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૫ ઘટી રૂ.૧૭,૨૫૦ના સ્તરે બંધ થયો હતો. રબરનો મે વાયદો રૂ.૫૦ ઘટી બંધમાં રૂ.૧૭,૫૦૦ના ભાવ થયા હતા.