લજાઈ નજીક દ્રાક્ષ ભરેલ ગાડી પલ્ટી : ગઈકાલે રીક્ષા અને બોલેરોની પલ્ટી ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ વાહનોએ વિચિત્ર રીતે પલ્ટી મારવાના બનાવ સામે આવ્યા છે. જેમાં વ્હીલ અચાનક ચોંટી જતા આ વાહનોએ ગુલાંટ માર્યાનું સામે આવ્યું છે. ટંકારા મોરબી વચ્ચે આજે લજાઈ નજીક દ્રાક્ષ ભરીને આવી રહેલ વાહન અચાનક પલ્ટી મારી જતા દ્રાક્ષનો જથ્થો રોડ ઉપર વેરણ છેરણ થયો હતો. એ જ રીતે ગઈકાલે ટંકારા મામલતદાર કચેરી નજીક બોલેરોના પાછળના બન્ને વ્હીલ ચોંટી જતા બોલેરો ઊંધેકાંધ પટકાયો હતો. આ ઉપરાંત એક સીએનજી રીક્ષા પણ આજ રીતે પલ્ટી મારી જતા વિચિત્ર અકસ્માતોની હરમાળાથી આશ્ચર્ય સર્જાયું છે. જો કે, સદનસીબે ત્રણે અકસ્માતમાં કોઈ જાનહાની થવાપામી નથી.