હાલ પૂરતું બંધ રાખવાનું કોઈ આયોજન નથી : કિરણા એસોસિએશન પ્રમુખ વાંકાનેર : મોરબી જીલ્લામાં કોરોનાએ માથું ઊંચકતા મોરબીમાં અનાજ કરિયાણાનાં હોલસેલ વેપારીઓએ અડધો દિવસ સ્વૈચ્છિક બંધ જાહેર કર્યો છે. ત્યારે વાંકાનેરનાં કરિયાણા એસોસિએશન પ્રમુખ દ્વારા વાંકાનેરમાં હાલ કોઈ જ પ્રકારનાં અનાજ કરિયાણાની દુકાનો બંધ રાખવામાં નહીં આવે તેવું જાહેર કર્યું છે. મોરબીને પગલે વાંકાનેરમાં પણ અનાજ કરિયાણાની દુકાનો બંધ થશે કે કેમ? તેવા તર્ક વિતર્કો વહેતા થતાં આજરોજ વાંકાનેર કરિયાણા એસોસિએશન પ્રમુખ વિનુભાઈ કોટક દ્વારા જણાવાયું હતું કે, વાંકાનેરમાં હાલ પૂરતુ બંધ રાખવાનું કોઈ જ આયોજન કરાયું નથી. વાંકાનેરમાં હોલસેલ રીટેલ તમામ અનાજ કરિયાણાની દુકાનો રાબેતા મુજબ ખુલ્લી જ રહેશે. આ બાબતે તેલ એસોસિયેશન પ્રમુખ બકુલભાઈ રાજવીરે તથા કાપડ એસોસિએશન પ્રમુખ મુના ભાઈ હરમાએ પણ જણાવ્યું હતું કે અમારે પણ વેપારીઓની તમામ દુકાનો રાબેતા મુજબ ખુલ્લી જ રહેશે અને હાલ પૂરતું બંધ રાખવાનું કોઈ આયોજન નથી.