બન્ને સમિતિના ચરેમનો અને સભ્યોનું સર્વાનુમતે વરણી કરાઈ મોરબી : મોરબી તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યા બાદ હવે આ તાલુકા પંચાયતની કારોબારી સમિતિ અને ન્યાય સમિતિની આજે રચના કરવામાં આવી હતી અને બન્ને સમિતિઓના ચેરમેનો તથા સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ તકે ટીડીઓ ગોહિલ, પ્રમુખ રમાબેન ચાવડા, ઉપપ્રમુખ મીનાબા ઝાલા તેમજ તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, જીગ્નેશભાઈ કૈલા, બચુભાઈ ગરચર સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી તાલુકા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન તરીકે પીપળી બેઠક ઉપર વિજેતા થયેલા રાકેશભાઈ જસવંતભાઈ કાવરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કારોબારી સમિતિના સભ્યો તરીકે જાગૃતિબેન યોગેશભાઈ વાઘડિયા, કિરણબેન જયેશભાઇ રાઠોડ, અશોકભાઈ વાલજીભાઈ દેસાઈ, રસીલાબેન ઘોઘાભાઈ સીપરા, રંજનબેન અશોકભાઈ બાવરવા, ચિરાગભાઈ શિવલાલભાઈ કાસુન્દ્રા, હંસાબેન દિલીપભાઈ દલસાણીયા, કેતનભાઈ રમેશભાઈ મારવાણીયાની વરણી કરવામાં આવી છે. મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિ બાદ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે હંસાબેન ગોરધનભાઈ સોલંકીની વરણી કરવામાં આવી છે. તેમજ સભ્યો તરીકે રાજેશભાઈ જમનાદાસ પરમાર, દિપકભાઈ કાવજીભાઈ મોડિયા, લાલજીભાઇ મૂળજીભાઈ સોલંકી, કાળુંભાઈ લખમણભાઈ મકવાણાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.