મોરબીના અન્ય રેસ્ટોરન્ટ પણ અનુકરણ કરે તે જરૂરી મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સો-ઓરડી પાસે આવેલ સન્ની પાજીદા ઢાબા કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ જોતા એક અઠવાડિયા માટે બંધ રાખવા સંચાલક હેપ્પીભાઈએ નિર્ણય કર્યો છે, જો કે રવાપર રોડ ઉપર અપના અડ્ડાની બાજુમાં આવેલા સન્ની પાજીદા ઢાબા પાર્સલ પોઇન્ટ ઉપરથી ગ્રાહકોની સુવિધા ચાલુ રાખવામાં આવી છે. આમ પ્રવર્તમાન સ્થિતિમાં લોકોના આરોગ્યની ચિંતા કરી સન્ની પાજીદા ઢાબાએ અનુકરણીય નિર્ણય કર્યો છે ત્યારે શહેરના અન્ય રેસ્ટોરન્ટ પણ ભીડ નિયંત્રિત કરવા આવો આવકારદાયક નિર્ણય લે તે જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે.