કોરોમાં સંક્રમણને અટકાવવા માટે પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશનને જાહેર કર્યો સ્વૈચ્છિક નિર્ણય મોરબી : મોરબીમાં કોરોના મહામારીએ આંતક મચાવ્યો છે ત્યારે કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા માટે હોલસેલ અનાજ-કરિયાણા એસોસિએશન બાદ હવે પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશનને પણ સોમવારથી અડધો દિવસ દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય જાહેર કર્યો છે. મોરબીમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્લાયવુડ-હાર્ડવેરની દુકાનોએ પણ સોમવારથી બપોરના 2 પછી બંધ રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.જેમાં મોરબી પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશનની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે, મોરબીમાં કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા અને ભીડ ભેગી થતી અટકાવી કોરોનાનું જોખમ અટકાવવા માટે તા.5 એપ્રિલને સોમવારથી 11 એપ્રિલ સુધી બપોરના 2 પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને મોરબી પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશને તમામ વેપારીઓને સોમવારે બપોર પછી દુકાનો બંધ રાખવાની અપીલ કરી છે.