મોરબી : મોરબીના નવા બસ સ્ટેશનમાથી બાઇકની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-૨ રૂષભનગર શેરી નં.૦૪.માં રહેતા અને સીરામીકમાં નોકરી કરતા રજનીકુમાર મનુભાઇ વામજા (ઉ.વ.૨૯) એ પોતાનું મોટરસાયકલ નં.GJ.03.BL6373 વાળું ગત તા.૨૭ માર્ચના રોજ મોરબી નવા બસ સ્ટેશનમાં પાર્ક કર્યું હતું.અજાણ્યા આરોપીએ આ મોટરસાયકલને હકારી જઈને ચોરી કરીને લઈ ગયો હતો.આ બનાવ અંગે તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.