મોરબી : મોરબી પોલીસે જુગાર અંગેની બે કાર્યવાહીમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે ગાંધીચોકમાં જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા આરોપીઓ અજીતભા મેઘાભા જુવા અને શનીભાઇ અનંતરાય શાહને રોકડા રૂ.૨૫૫૦ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજા બનાવમાં હળવદ પોલીસે બાતમીના આધારે ગઈકાલે હળવદ ટાઉન ગોરી દરવાજા પાસે રામદેવપીરની વાડીની બાજુમા રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમા પૈસા પાના વતી નશીબ આધારીત હારજીતનો તીનપતી રોનનો જુગાર રમતા આરોપીઓ નવઘણભાઇ મફાભાઇ હળવદીયા, સાજીદભાઇ મોહબતખાન સિપાઇ, હરેશભાઇ રમેશભાઇ ડાભીને રોકડા રૂપિયા ૧૧૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.