લજાઈ પીએચસી સેન્ટરમાં જિલ્લા પંચાયતના સદસ્ય સહિતના આગેવાનોએ લોકોના ટેસ્ટ પુરા કરાવ્યા મોરબી : મોરબીમાં કોરોનાના સંક્ર્મને માઝા મૂકી છે ત્યારે કોરોના ટેસ્ટ માટેની કીટ ખૂટી પડતા આજે લજાઈ પીએચસી સેન્ટર ખાતે જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય અને ભાજપના આગેવાનોએ સ્વ ખર્ચે કોરોના ટેસ્ટ કીટની વ્યવસ્થા કરી લોકોના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આજે લજાઈ પીએચસી સેન્ટર ખાતે રેપિડ કીટની અછત વચ્ચે સરકાર દ્વારા અપાતી કીટ ઉપરાંત જીલ્લા પંચાયત સદસ્ય ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર, નથુભાઈ કડીવાર, ટંકારા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ મહેશ લિખિયા અને વલમજીભાઈ રાજપરા દ્વારા પોતાના ખર્ચે ૨૦૦ કીટની વ્યવસ્થા કરીને મોટા ભાગના દર્દીના ટેસ્ટ પુરા કરાવેલ હતા. આ ત્રણે આગેવાનો ઉપરાંત લજાઈ સરપંચ પણ પીએચસી ખાતે સવારથી હાજર રહીને પીએચસી સ્ટાફ સાથે સંકલન કરીને વ્યવસ્થા કરાવેલ હતી.