મોરબી : મોરબીમાં ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર કાર્યરત છે. દેશ અને દુનિયામાં કોરોના વાયરસનાં કારણે કોવિડ-19ના કેસ સતત વધવા લાગ્યા છે. ત્યારે મોરબી જીલ્લાની શાળાઓ તથા જાહેર સ્થળો માં આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર-મોરબી જીલ્લા દ્વારા કોરોના વિશેની માહિતી વિદ્યાર્થીઓ તથા વાલીઓને વિસ્તૃત જાણકારી મળે એ હેતુથી બેનર અને પોસ્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં 16 પ્રકારનાં બેનર તથા 130 જેટલી માહીતી આપવામાં આવી છે. કોરોનાથી રક્ષણ માટેનાં ઉપાય દર્શાવતા સ્ટીકર અને બેનર આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આજે તા. 2/4/2021 રોજ નગરપાલિકા સંચાલિત કેશર બાગ ખાતે કોરોના અંગે જાગૃતિ લાવવા માટે ચાર્ટ-પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરેલ હતું. આજ રોજ આ પોસ્ટર પ્રદર્શન માટે નગરપાલિકાનાં નિરંજનભાઈ ભટ્ટ તથા સમગ્ર સ્ટાફે સારી વ્યવસ્થા કરી આપી હતી. જે બદલ એલ. એમ. ભટ્ટ અને દિપેન ભટ્ટ દ્વારા યાદીમાં નગરપાલિકાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.