મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ અને એલસીબીની ટીમે સબ જેલમાંથી ત્રણેક માસથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલા આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ પોલીસની ટીમે બાતમીના આધારે હળવદ પોલીસ મથકના કેસમાં મોરબી સબ જેલમાં રહેલો નાનજીભાઈ સોમાભાઈ જીંજુવાડીયા નામનો આરોપી વચગાળાની રજા પરથી ફરાર થયેલ હોય તેને જૂની જોગડની સીમમાંથી પકડી પાડી સબ જેલ હવાલે કર્યો છે.