કોરોના મહામારીને પગલે મંદિરે આવતા દર્શનાર્થીઓને દર્શન કર્યા બાદ તુરત જ બહાર નીકળી જવા અપીલ મોરબી : મોરબી જિલ્લામાં વાંકાનેર નજીક આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતાજી મંદિરે કોરોના મહામારીને કારણે રાત્રી રોકાણની સુવિધા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા આવતીકાલથી તા.2જી મે સુધી બંધ રાખવામાં આવી છે. માટેલ ખોડિયાર માતાજી મંદિરના વ્યવસ્થાપક દ્વારા કોરોના મહામારીને પગલે આવતીકાલે તા,3 એપ્રિલથી 2જી મે સુધી મંદિરે આવતા ભાવિકજનો માટે રાત્રી રોકાણની સુવિધા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા બંધ કરવામાં આવી હોવાનું જણાવતા ભાવિકોને અપીલ કરી છે કે મંદિરે દર્શન કર્યા બાદ તુરત જ મંદિર પરિસર છોડી દેવું,જેથી તમામ શ્રદ્ધાળુઓને નવી વ્યવસ્થા મુજબ સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.