શહેરના સારા નાકા ખાતે નીકળતા વાહનચાલકો અને રાહદારીઓને અપાયા માસ્ક હળવદ: આજરોજ હળવદ પોલીસ સ્ટાફ અને આરોગ્ય વિભાગ દ્વારા શહેરના સરા નાકા ખાતે નીકળતા વાહનચાલકો અને રાહદારીઓને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કર્યું હતું સાથે જ કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે લોકો નિયમોનું પાલન કરે અને જ્યારે પણ બહાર નીકળે ત્યારે માસ્ક અવશ્ય બાંધે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. આ તકે હળવદ પીઆઈ પી.એ. દેકાવાડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટી તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ જોડાયો હતો.