ગુજરાતમાં લવ જેહાદ રોકતા બિલને ગઈકાલે વિધાનસભામાં મળી છે મંજૂરી.! હળવદ : ગઈકાલે વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વતંત્ર સુધારા વિધેયકને ભાજપ સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યું છે. જેથી આ બિલ રાજ્યના પૂર્વ મંત્રી અને હાલના પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયાએ આવકાર્યું છે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ૨૦૦૩ માં કેટલાક સુધારા કરતું ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ૨૦૨૧ ગુરુવારે વિધાનસભાના બજેટ સત્રમાં ભાજપ સરકાર દ્વારા બહુમતીથી પસાર કરાવ્યું હતું. જેથી રાજ્યના પૂર્વ મંત્રી અને હાલના પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયાએ આ વિધેયકને આવકાર્ય છે.