મોરબી : મોરબીમાં કોરોના મહામારી ચરમસીમાએ છે ત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ સિરામિક ઉદ્યોગપતિ પરિવારે હિંમત પૂર્વકનો નિર્ણય લઈ દાદીમાના અવસાન બાદ તમામ લૌકિક ક્રિયા બંધ રાખી બહેન, ફઇને અને દીકરીઓને પણ માઠા પ્રસંગે ન આવવા વિનંતી કરી દાખલો બેસાડ્યો છે. મોરબીના લેન્ડફોર્ડ સિરામીકના માલિક નિલેષભાઇ દેસાઇના દાદીમા સામુબેન મગનભાઇ દેસાઇ ઉ.વર્ષ ૮૬નુ ટુંકી સામાન્ય બિમારીથી અવસાન થતા તેમના પરીવારે એક બહુજ હિંમતપુર્વક નિર્ણય લીધો કે આપણે લૌકીક પ્રથા અને બેસણુ અને રાત્રે બેસવા આવવાનુ પણ બંધ રાખવુ છે . આ કોરોના મહામારીમા તેમને બધી જ લૌકીક પ્રથા બંધ કરવાનો નિર્ણય તો લીધો સાથો - સાથ બહેન, ફઇ, દિકરીઓ પણ ના આવે તે માટે વિનંતી કરી આ નિર્ણય લેવો બહુ જ અઘરો છે. લોકો વાતો કરે પરંતુ પરીવારમા જયારે આવો પ્રસંગ આવે ત્યારે નિર્ણય નથી લઇ શકતા ત્યારે તેમના પરીવારે હિંમતપુર્વક નિર્ણય લઇને દાખલો બેસાડ્યો કે આ મહામારીમા બચવા બાંધછોડ કરવી જોઇએ, વર્તમાન સ્થિતીમા મોરબીના લોકો માટે આ ઉદાહરણ જીવનમાં ઉતારવા જેવુ છે.