સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ: સોનું રૂ.૧૧૨ વધ્યું, ચાંદી રૂ.૭૮ ઘટી: ક્રૂડ તેલમાં નોમિનલ ઘટાડો: સીપીઓ, રબરમાં સુધારો: કોટન, મેન્થા તેલમાં નરમાઈ: પ્રથમ સત્રમાં રૂ.૧૦૦૪૨ કરોડનું ટર્નઓવર મુંબઈ: દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર કપાસનો એપ્રિલ-૨૦૨૨ કોન્ટ્રેક્ટ વાયદાનાં કામકાજ માટે ગુરૂવાર, ૧ એપ્રિલથી ઉપલબ્ધ બનાવ્યો હોવાનું એક્સચેન્જે પરિપત્ર મારફત જણાવ્યું છે. આ કોન્ટ્રેક્ટની વિશેષતા એ છે કે એક વર્ષ જેટલા લાંબા ગાળાનો કોન્ટ્રેક્ટ હોવાથી રોલઓવર ખર્ચની દૃષ્ટિએ ઓછા ખર્ચે હેજિંગની સુવિધા પૂરી પાડે છે. આમાં ટ્રેડિંગનો સમયગાળો સવારે ૯થી રાત્રે ૯ વાગ્યા સુધીનો છે, જ્યારે ટ્રેડિંગનું એકમ ૧ લોટ (૨૦ કિલોનો ૧ મણ એવા ૨૦૦ મણ એટલે કે ૪ મે.ટન)નું રખાયું છે. ક્વોટેશન/બેઝ વેલ્યૂ ૨૦ કિલોદીઠ રૂપિયામાં છે, જ્યારે પ્રાઈસ ક્વોટ એક્સ વેરહાઉસ રાજકોટ (વેચાણવેરો/જીએસટી સિવાય)નું રખાયું છે. મહત્તમ ઓર્ડરનો જથ્થો ૫૦ લોટ્સનો એટલે કે ૨૦૦ મે.ટનનો રાખવામાં આવ્યો છે. ટિક સાઈઝ (લઘુત્તમ ભાવ વધઘટ) ૫૦ પૈસાની છે. પ્રારંભિક માર્જિન લઘુત્તમ ૮ ટકા અથવા સ્પાન પર આધારિત એ બંનેમાંથી જે વધુ હોય તે રખાયું છે. એક્સ્ટ્રીમ લોસ માર્જિન લઘુત્તમ ૧ ટકાનું છે. મહત્તમ છૂટપાત્ર ઓપન પોઝિશન મર્યાદા વ્યક્તિગત ગ્રાહકો માટે ૧,૮૦,૦૦૦ મે.ટનની અને તમામ ગ્રાહકો વતી સભ્યની મર્યાદા ૧૮ લાખ મે.ટન અથવા બજારવાર ઓપન પોઝિશનના ૧૫ ટકા એ બંનેમાંથી જે વધુ હોય તે રખાયું છે. આ સામે નજીકના મહિનાની મર્યાદા વ્યક્તિગત ગ્રાહકો માટે ૪૫ હજાર મે.ટનની રખાઈ છે, જ્યારે સભ્ય સ્તરે નજીકના મહિનાની પોઝિશન મર્યાદા સભ્યસ્તરે એકંદર પોઝિશન મર્યાદાના એક ચતૃર્થાંસ બરાબર રાખવામાં આવી છે. ડિલિવરીનું એકમ ૧ લોટ એટલે કે ૨૦૦ મણ (પ્રત્યેક ૧ મણ ૨૦ કિલોનો) એટલે કે ૪ મે.ટનનું રખાયું છે. ડિલિવરીના લોજિકમાં બંને વિકલ્પ ઉપલબ્ધ છે. એમસીએક્સ પર ગુરૂવારે વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મળીને પ્રથમ સત્રમાં ૧૫૧૭૩૦ સોદામાં રૂ.૧૦૦૪૨.૮૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૨ વધવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૭૮ ઘટ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં નોમિનલ ઘટાડો હતો. કૃષિ કોમોડિટીઝમાં સીપીઓ અને રબર વધવા સામે કોટન અને મેન્થા તેલમાં નરમાઈ હતી. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૬૩૨૦૪ સોદાઓમાં રૂ.૩૪૦૯.૫૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪૬૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૮૨૦ અને નીચામાં રૂ.૪૪૬૫૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૨ વધીને રૂ.૪૪૭૪૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૨ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૫૯૯૭ અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૪૭૪ થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૮૪ વધીને બંધમાં રૂ.૪૪૬૦૨ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૩૬૧૪ ખૂલી, ઊપરમાં રૂ.૬૪૦૪૦ અને નીચામાં રૂ.૬૩૫૧૨ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૮ ઘટીને રૂ.૬૩૭૩૬ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૭૭ ઘટીને રૂ.૬૩૯૫૫ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૮૦ ઘટીને રૂ.૬૩૯૫૪ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૭૪૫૮ સોદાઓમાં રૂ.૪૦૧૫.૫૦ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૩૬૮ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૫૯ અને નીચામાં રૂ.૪૩૪૪ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬ ઘટીને રૂ.૪૩૭૮ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૨૪૨૨ સોદાઓમાં કુલ રૂ.૩૬૮.૯૪ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન એપ્રિલ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૬૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૬૬૦ અને નીચામાં રૂ.૨૧૨૦૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦ ઘટીને રૂ.૨૧૩૯૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ એપ્રિલ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૦૮૧ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧.૨ વધીને બંધમાં રૂ.૧૦૯૭.૫ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૯૬૨.૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૨.૫ અને નીચામાં રૂ.૯૬૨.૫ રહી, અંતે રૂ.૯૬૨.૫ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ-૨૦૨૨ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૯૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૯૯ અને નીચામાં રૂ.૧૧૯૯ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯ વધીને રૂ.૧૧૯૯ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે રબરનો એપ્રિલ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૭,૧૧૩ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૭ વધી રૂ.૧૭,૧૬૩ના સ્તરે બંધ થયો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૫૦૦૦ સોદાઓમાં કુલ રૂ.૧૭૭૭.૧૧ કરોડ ની કીમતનાં ૩૯૪૪.૪૧૧ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૪૮૨૦૪ સોદાઓમાં કુલ રૂ.૧૬૩૨.૪૪ કરોડ ની કીમતનાં ૨૫૫.૫૩૭ ટન, ક્રૂડ તેલમાં ૩૮૫૪૮ સોદાઓમાં રૂ.૨૭૦૯.૫૫ કરોડનાં ૬૧૫૫૪૦૦ બેરલ્સ, કોટનમાં ૬૩૭ સોદાઓમાં રૂ.૫૦.૫૯ કરોડનાં ૨૩૫૫૦ ગાંસડી, સીપીઓમાં ૧૭૫૭ સોદાઓમાં રૂ.૩૧૭.૭૪ કરોડનાં ૨૯૨૪૦ ટન, મેન્થા તેલમાં ૧ સોદાઓમાં રૂ.૧૦.૪૦ લાખનાં ૧.૦૮ ટન, કપાસમાં ૧ સોદાઓમાં રૂ.૨.૪૦ લાખનાં ૪ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૪૯૮૨.૧૯૭ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૨૦.૪૧૩ ટન, ક્રૂડ તેલમાં ૫૩૨૭ બેરલ્સ, કોટનમાં ૨૦૭૬૫૦ ગાંસડી, સીપીઓમાં ૭૬૬૧૦ ટન, મેન્થા તેલમાં ૪૬.૪૪ ટન અને કપાસમાં ૪ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૯૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૮૧ અને નીચામાં રૂ.૯૪૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૪૨ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૪૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૯૮.૫ ખૂલી, ઊપરમાં રૂ.૬૧૧ અને નીચામાં રૂ.૫૨૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૪૩.૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ...