મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામનો યુવાન લાપતા બન્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર ગામે બુચુબાપા વાળો પ્લોટમાં રહેતા અને સુથારી કામ કરતા ભાવેશભાઇ ભરતભાઇ પંચાસર (ઉ.વ. ૨૨) નામનો યુવાન ગત તા.૨૪ ના રોજ ઘરેથી કોઇને કઇ કહ્યા વગર નીકળી ગયા બાદ લાપતા બની ગયો હતો અને આજદિન સુધી તેનો પત્તો ન લાગતા અંતે આ બનાવ અંગે યુવાનના પિતા ભરતભાઇ દયાલજીભાઇ પંચાસરએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકે ગુમસુદા નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.