સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ: સોનું રૂ.૨૭ વધ્યું, ચાંદી રૂ.૨૦૪ ડાઊન: ક્રૂડ તેલમાં નરમાઈ: કપાસ, કોટન, મેન્થા તેલમાં વૃદ્ધિ: રબર ઢીલું: પ્રથમ સત્રમાં રૂ.૯૯૦૪ કરોડનું ટર્નઓવર મુંબઈ : એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં પ્રથમ સત્ર સુધીમાં ૧૪૨૦૪૭ સોદામાં રૂ.૯૯૦૪.૫૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૭ વધવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૨૦૪ ઘટ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં નરમાઈ સામે નેચરલ ગેસ વધી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)માં ૩૪,૯૫૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૮૯,૭૧૦ ટનના સ્તરે રહ્યો હતો. સીપીઓના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી સુધારો હતો. રબરનો વાયદો ઢીલો હતો, જ્યારે કપાસ, કોટન અને મેન્થા તેલમાં વૃદ્ધિ વાયદાના ભાવમાં થઈ હતી. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૭૭૬૪૩ સોદાઓમાં રૂ.૪૭૭૬.૧૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૩૮૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૦૪૦ અને નીચામાં રૂ.૪૩૭૧૧ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૭ વધીને રૂ.૪૩૯૦૦ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૬ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૫૭૪૮ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૪૨૯ થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૩ ઘટીને બંધમાં રૂ.૪૩૮૨૮ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૨૮૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૩૩૦૦ અને નીચામાં રૂ.૬૨૫૦૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦૪ ઘટીને રૂ.૬૨૯૨૦ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૨૧૩ ઘટીને રૂ.૬૩૧૪૦ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૨૦૩ ઘટીને રૂ.૬૩૧૪૫ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૫૪૨૧ સોદાઓમાં રૂ.૨૫૬૮.૭૨ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૪૭૧ ખૂલી, ઊપરમાં રૂ.૪૫૦૩ અને નીચામાં રૂ.૪૪૧૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧ ઘટીને રૂ.૪૪૩૪ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૨૯૯૫ સોદાઓમાં કુલ રૂ.૪૮૪.૩૨ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન માર્ચ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૨૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૩૭૦ અને નીચામાં રૂ.૨૧૧૩૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૦ વધીને રૂ.૨૧૩૨૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૨૫.૧ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૬ વધીને બંધમાં રૂ.૧૧૩૨.૪ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૯૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૯.૯ અને નીચામાં રૂ.૯૫૮.૫ રહી, અંતે રૂ.૯૬૪.૭ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૩૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૪૪ અને નીચામાં રૂ.૧૨૨૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨.૦૦ વધીને રૂ.૧૨૩૭.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૫૩૩૮ સોદાઓમાં કુલ રૂ.૨૩૪૭.૯૩ કરોડ ની કીમતનાં ૫૨૯૭.૪૪૪ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૬૨૩૦૫ સોદાઓમાં કુલ રૂ.૨૪૨૮.૨૫ કરોડ ની કીમતનાં ૩૮૫.૨૬૬ ટન, ક્રૂડ તેલમાં ૨૫૯૮૦ સોદાઓમાં રૂ.૧૭૫૪.૩૨ કરોડનાં ૩૯૩૪૯૦૦ બેરલ્સ, કોટનમાં ૯૫૩ સોદાઓમાં રૂ.૧૦૩.૯૧ કરોડનાં ૪૮૩૦૦ ગાંસડી, સીપીઓમાં ૧૯૯૨ સોદાઓમાં રૂ.૩૭૮.૫૨ કરોડનાં ૩૪૯૫૦ ટન, મેન્થા તેલમાં ૯ સોદાઓમાં રૂ.૯૩.૭૭ લાખનાં ૯.૭૨ ટન, કપાસમાં ૧૬ સોદાઓમાં રૂ.૫૧.૯૨ લાખનાં ૮૪ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૫૮૧૫.૯૭૮ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૫૫.૮૭૬ ટન, ક્રૂડ તેલમાં ૬૨૧૧ બેરલ્સ, કોટનમાં ૨૨૧૪૭૫ ગાંસડી, સીપીઓમાં ૮૯૭૧૦ ટન, મેન્થા તેલમાં ૪૫.૩૬ ટન અને કપાસમાં ૮૦ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૪૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૫૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૪૫ અને નીચામાં રૂ.૧૧૫૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૮૫.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૩૯૭.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૨૯.૫ અને નીચામાં રૂ.૧૩૩૫.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૮૬.૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૯૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૫૦ અને નીચામાં રૂ.૯૧૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૭૬.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૧૫૭ ખૂલી, ઊપરમાં રૂ.૩૩૧૯ અને નીચામાં રૂ.૨૯૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૧૭૨ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૭ અને નીચામાં રૂ.૧૩૫.૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૬.૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૪૨.૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૩ અને નીચામાં રૂ.૧૩૭.૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૨.૮ બંધ રહ્યો હતો.