વર્ષ 2018 ના બનાવમાં વાંકાનેરની કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો વાંકાનેર : વાંકાનેરમાં વર્ષ 2018 માં કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરી વેચાણ કરવાના કેસ આજે વાંકાનેરની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 3 વર્ષની કેદની સજા ફટકારી છે. વાંકાનેર કોર્ટે દારૂના કેસમાં આ મહત્વપૂર્ણ ચુકાદો આપવાની સાથે આરોપીને 1 લાખનો દંડ ફટકાર્યો છે. આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસે ગત તા.27 જુલાઈ 20198 ના રોજ નાઈટ પેટ્રોલીગ દરમિયાન વાહન ચેકિંગ વખતે જી.જે.0 6 વાય 9880 નંબરની ટાટા ગાડી શંકાસ્પદ હાલત પસાર થતા પોલીસે આ ગાંડીને અટકાવીને તલાશી લેતા તેમાંથી 950 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે રૂ.95,000 નો વેદેશી દારૂ તેમજ ગાંડીની કિંમત રૂ.1 લાખ ગણી કુલ રૂ.2,07,000 નો મુદામાલ સાથે આરોપી હરિચંદ્રસિંહ ઉર્ફે હરીશસિંહ વિક્રમસિંહ ખેરને ઝડપી લીધો હતો.બાદમાં પોલીસે આ કેસનું ચાર્જશીટ વાંકાનેરની કોર્ટમાં રજૂ કર્યું હતું.દરમિયાન આ કેસ આજે વાંકાનેર જ્યૂડી.મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજય બી.સોલંકીની ધારદાર દલીલોને ધ્યાને લઈને વાંકાનેર કોર્ટના જ્યૂડી.મેજિસ્ટ્રેટ આત્મદીપ શર્માએ આરોપીને આ કેસમાં તકસીરવાન ઠેરવીને તેને 3 વર્ષની કેદની સજા ફટકારી હતી.તેમજ 1 લાખનો દંડ ફટકાર્યો હતો.