ચાર શખ્સોએ યુવાન અને તેના ભાઈ સહિત ચાર વ્યક્તિને માર માર્યો મોરબી : મોરબીના લીલાપર ગામ પાસે આવેલ તીર્થક પેપરમીલની કોલોનીમા રહેતા પરપ્રાંતીય મજૂરો વચ્ચે ધુળેટીના દિવસે ડખ્ખો થયો હતો. જેમાં એક શખ્સ લોખડનો સળિયો લઈને નીકળ્યા બાદ તેની સામે જોવા બાબતે બઘડાટી બોલી ગઈ હતી અને ચાર શખ્સોએ યુવાન તથા તેના ભાઈ સહિત ચારને માર માર્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ યુપીના અને હાલ મોરબીના લીલાપર ગામ પાસે આવેલ તીર્થક પેપરમીલ અંદર કોલોનીમા રહીને મજૂરીકામ કરતા સંજયભાઈ બુટાભાઈ શ્રીનીવાસ (ઉ.વ. ૩૫)એ અકબરભાઈ બદ્રીપ્રસાદ નિસાદ (ઉ.વ.૨૪) તથા તેનો ભાણેજ રજુ ફુલચંદ નિસાદ (ઉ.વ.૨૦) અને ભત્રીજો દિપક સાહેબલાલ નિસાદ (ઉ.વ.૧૯) તેમજ બીજો ભાણેજ સુનીલ રામસજીવન નિસાદ (ઉ.વ.૧૯, રહે. બધા હાલ તીર્થક પેપરમીલ અંદર કોલોનીમા, લીલાપર ગામ પાસે) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૯ ના રોજ ફરીયાદીના ભાઈઓ અંદરો અંદર બોલાચાલી કરતા હોય તે વખતે એક આરોપી હાથમા લોખંડનો સળીયો લઈ નીકળેલ અને ફરીયાદીના ભાઈઓને કેમ સામુ જોવો છો તેમ કહી ગાળૉ આપી ઝગડો કરી ફરીયાદી આવી જતા તેઓ સમજાવા જતા આરોપીનુ ઉપરાણુ લઈ અન્ય આરોપીઓએ આવી ફરીયાદી તથા તેના ભાઈને ગાળૉ આપી ઢીકાપાટુનો માર મારી સાહેદ દીનેશને પછાડી દઈ માથામા ઈજા કરી હતી. તેમજ આરોપીઓએ સાહેદ અસનીને વાસામા લોખંડનો સળીયો મારી મુંઢ ઈજા કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.