મોરબી: તાલુકાના રફાળિયા-લીલાપર રોડ પર રફાળેશ્વર વરૂડીમાંના મંદિર પાસે એક પિક અપ બોલેરોના ચાલકે બાઈકચાલકને હડફેટે લેતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. ગત તારીખ 28 માર્ચને રવિવારે રાત્રે 8:30 વાગ્યાના અરસામાં રફાળિયા-લીલાપર રોડ પર રફાળેશ્વર વરૂડીમાંના મંદિર પાસે પિક અપ બોલેરો નંબર GJ-36-T-9066ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી બાઇક નંબર GJ-36- N- 2095ના ચાલકને હડફેટે ચડાવતા બાઇક સવારને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થતા મૃતકના ભાઈ 42 વર્ષીય પ્રવીણભાઈ પથુભાઈ દંતેસરિયા (રહે. જોધપર-નદી-)એ બોલેરોના અજાણ્યા ચાલક સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તા. પો. મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.વી. ડાંગરે બોલેરોના નંબરને આધારે ડ્રાઈવરને ઝડપી લેવાની કવાયત આદરી છે.