મોરબીમાં કોરોનાના કેસ વધતા લોકોને રેપિડ ટેસ્ટ માટે રાહ જોવી પડતી હોવાની નાયબ મુખ્યમંત્રીને રજૂઆત મોરબી : મોરબીમાં કોરોનાના કેસમાં દિન પ્રતિદિન વધારોથી રહ્યો હોવાનું આરોગ્ય વિભાગ સ્વીકારતું નથી. પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાનને લખેલા પત્રથી કોરોનાની સ્થિતિ ગંભીર હોવાનો ચિતાર મળી રહ્યો છે. પ્રમુખ ચંદુભાઈ સિંહોરાએ આરોગ્ય પ્રધાનને પત્ર પાઠવી દરરોજની 2000 કોરોના રેપિડ ટેસ્ટ કીટ તાત્કાલિક ફાળવવા માંગ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં મોરબી શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની સ્ફોટક સ્થિતિ નિર્માણથી છે અને લોકો મોટી સંખ્યામાં સંક્રમિત હોવાના ભયથી ટેસ્ટ માટે પણ આગળ આવી રહ્યા છે. પરંતુ મોરબી જિલ્લાને પૂરતા પ્રમાણમાં કોરોના રેપિડ ટેસ્ટ કીટ ફાળવવામાં આવતી ન્હોય લોકોને ટેસ્ટ માટે રાહ જોવી પડતી હોવાનું જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિંહોરાએ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાનને લેખિત પત્ર પાઠવી કરેલી રજુઆતમાં જણાવ્યું છે. વધુમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિંહોરા અને ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ લેખિતમાં રજુઆત કરી મોરબી જિલ્લામાં દરરોજની 2000 રેપિડ કોરોના ટેસ્ટ કીટ ફાળવવા માંગી કરી છે. ત્યારે આરોગ્ય પ્રધાનને થયેલી આ રજૂઆત જોતા મોરબીમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની હોવાનું અને હવે લોકોએ જાગૃત બની માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સની જાળવણીનો નિયમ ચુસ્ત પણે પાલન કરવો પડશે.