કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા: સીપીઓ, મેન્થા તેલ ઘટ્યા: કપાસમાં સુધારો: પ્રથમ સત્રમાં રૂ. ૧૦૭૨૧ કરોડનું ટર્નઓવર મુંબઈ: દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મળીને પ્રથમ સત્રમાં ૧૬૪૫૦૨ સોદામાં રૂ. ૧૦૭૨૧.૫૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું, જ્યારે ચાંદીમાં નરમાઈનો માહોલ હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઘટવા સામે નેચરલ ગેસ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધી આવ્યા હતા. સીપીઓ અને મેન્થા તેલ ઘટવા સામે કપાસ સુધર્યું હતું. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૮૦૯૯૯ સોદાઓમાં રૂ. ૪૫૩૯.૫૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૩૬૬૯ ખૂલી, ઊપરમાં રૂ. ૪૪૩૦૦ અને નીચામાં રૂ. ૪૩૬૬૯ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૮૯ વધીને રૂ. ૪૪૧૩૪ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૯ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ. ૩૫૮૧૪ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૫ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૪૪૨૯ થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૯૩ વધીને બંધમાં રૂ. ૪૪૧૪૭ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૩૯૭૬ ખૂલી, ઊપરમાં રૂ. ૬૪૧૮૫ અને નીચામાં રૂ. ૬૩૬૨૯ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૭૬ ઘટીને રૂ. ૬૩૭૯૮ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ. ૩૨૫ ઘટીને રૂ. ૬૪૦૩૩ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ. ૩૩૫ ઘટીને રૂ. ૬૪૦૩૨ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૨૮૮૦ સોદાઓમાં રૂ. ૩૪૮૬.૪૫ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૪૫૧૬ ખૂલી, ઊપરમાં રૂ. ૪૫૩૪ અને નીચામાં રૂ. ૪૪૬૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૯ ઘટીને રૂ. ૪૪૬૭ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૨૦૭૩ સોદાઓમાં કુલ રૂ. ૨૭૬.૯૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન માર્ચ વાયદો ગાંસડીદીઠ રૂ. ૨૦૮૫૦ ખૂલી, ઊપરમાં રૂ. ૨૧૨૯૦ અને નીચામાં રૂ. ૨૦૮૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૯૦ વધીને રૂ. ૨૧૧૯૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૧૧૩૬ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪.૮ ઘટીને બંધમાં રૂ. ૧૧૩૩.૯ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ. ૯૩૧.૧ ખૂલી, ઊપરમાં રૂ. ૯૫૧ અને નીચામાં રૂ. ૯૩૧.૧ રહી, અંતે રૂ. ૯૪૪.૪ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૨૩૮.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૨૫૨ અને નીચામાં રૂ. ૧૨૨૪ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૭ વધીને રૂ. ૧૨૩૪.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૮૫૨૭ સોદાઓમાં કુલ રૂ. ૨૩૭૪.૮૧ કરોડ ની કીમતનાં ૫૩૩૪.૧૮૩ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૬૨૪૭૨ સોદાઓમાં કુલ રૂ. ૨૧૬૪.૭૫ કરોડ ની કીમતનાં ૩૩૭.૮૮૨ ટન, ક્રૂડ તેલમાં ૩૦૪૫૨ સોદાઓમાં રૂ. ૨૦૭૭.૭૯ કરોડનાં ૪૬૨૫૩૦૦ બેરલ્સ, કોટનમાં ૮૧૧ સોદાઓમાં રૂ. ૮૫.૮૨ કરોડનાં ૪૦૦૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૧૮૦ સોદાઓમાં રૂ. ૧૮૭.૦૧ કરોડનાં ૧૭૩૫૦ ટન, મેન્થા તેલમાં ૨૫ સોદાઓમાં રૂ. ૨.૬૮ કરોડનાં ૨૮.૦૮ ટન, કપાસમાં ૧૭ સોદાઓમાં રૂ. ૬૯.૨૧ લાખનાં ૧૧૨ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૫૩૨૪.૪૭૮ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૩૪.૯૧૨ ટન, ક્રૂડ તેલમાં ૬૮૬૬ બેરલ્સ, કોટનમાં ૨૧૭૩૫૦ ગાંસડી, સીપીઓમાં ૯૪૩૫૦ ટન, મેન્થા તેલમાં ૪૫.૩૬ ટન અને કપાસમાં ૯૨ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૪૪૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૬૩.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૨૭૭ અને નીચામાં રૂ. ૧૨૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૨૬૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૫૮.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૨૬૦.૫ અને નીચામાં રૂ. ૧૧૩૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૧૫૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૧૩૪૪ ખૂલી, ઊપરમાં રૂ. ૧૪૩૦ અને નીચામાં રૂ. ૧૨૨૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૩૭૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૨૪૩૯ ખૂલી, ઊપરમાં રૂ. ૨૫૧૯.૫ અને નીચામાં રૂ. ૨૩૩૯.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૪૧૦.૫ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૪૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૯૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૯૭.૬ અને નીચામાં રૂ. ૧૬૨.૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૭૧.૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૪૩૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૧૩.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૨૫ અને નીચામાં રૂ. ૯૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૨૩.૩ બંધ રહ્યો હતો.