મોરબી સિવિલના આરએમઓ કહે છે કે દર્દીને દાખલ કરવાની પ્રોસેસમાં લોબીમાં ટ્રાયઝ એરિયા બનાવાયો છે મોરબી : શહેર જિલ્લામાં કોરોના ખૂંખાર બનીને ધૂણી રહ્યો હોવા છતાં મોરબીનો આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલ તંત્ર કોરોનાને હળવાશથી લઈ રહ્યું હોવાના ચોંકાવનારી બાબત સામે આવી છે,ગઈકાલે 25 પોઝિટિવ કેસ ભાર આવ્યા બાદ ટેસ્ટની સંખ્યા વધારવી જોઈએ તેવું સામાન્ય નાગરિકો પણ ઈચ્છી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગે પીએચસી સેન્ટર ઉપર ટેસ્ટ ઘટાડી દીધા છે તો બીજી બાજુ સિવિલ હોસ્પિટલની લોબીમાં જ કોરોનાના દર્દીઓને બાટલા ચડાવવામાં આવતા હોવાનું ભાર આવ્યું છે જે ખુબ જ ચિંતાજનક અને ગંભીર બાબત છે. મોરબી સિવિલ હોસ્પિટલમા દર્દીઓને સામાન્ય સારવારમાં પણ યોગ્ય કાળજી લેવાતી ન હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે હવે જે જગ્યાએ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે તે જગ્યાએ જ ત્રણ ખાટલા ગોઠવી કોરોના પોઝિટિવ દર્દીને બાટલા ચડાવવામાં આવતા હોવાની ગંભીર તસ્વીર સામે આવી છે, જો કે આ બાબતથી અજાણ હોય તેમ સિવિલના આરએમઓ સરડવાએ આ ટ્રાયઝ એરિયા હોય અહીં દર્દીને દાખલ કરતા પહેલા રાખવામાં આવતા હોવાનું જણાવ્યું હતું.આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે દર્દી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા છતાં આ એરિયામાં બાટલા ચડાવવાની ટ્રીટમેન્ટ કેટલી યોગ્ય ગણી શકાય. દરમિયાન મોરબી શહેરની સાથે-સાથે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના પુષ્કળ કેસ સામે આવી રહ્યા છે ત્યારે અગાઉની જેમ જ ટેસ્ટનું પ્રમાણ વધારી દઈ સંક્રમિત લોકોને વહેલામાં વહેલી તકે સારવાર મળે કે હોમ કરવાની અપનાવવાને બદલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ કરાતા દૈનિક પીએચસી દીઠ 50 ટેસ્ટને બદલે ફક્ત 30 ટેસ્ટ કરવા જ ફરમાન કરાયાનું ભાર આવ્યું છે આ સંજોગોમાં કોરોના રાક્ષસ આવી બેધારી નીતિને પાપે વધુ વકરે તેમ હોવાનું પણ મનાઈ રહ્યું છે.