હાથમાં પિચકારી સાથે ભગવાનને આકર્ષક વાઘા ધારણ કરાવાયા (કેતન ભટ્ટી) વાંકાનેર : વાંકાનેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આજરોજ હોળી પર્વ નિમિત્તે અક્ષર પુરુષોત્તમ મહારાજને હાથમાં પિચકારી સાથે મનોરમ્ય વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતાં. વિશ્વ ભરના બીએપીએસ મંદિરોમાં મૌસમ અને ભારતીય તહેવારોને અનુરૂપ ભગવાનને વસ્ત્રો પરિધાન કરાવવાની પરંપરાગત પ્રણાલી છે તે મુજબ આજરોજ હોળી પર્વ નિમિત્તે વાંકાનેરનાં રાજકોટ માર્ગ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે અક્ષર પુરુષોત્તમ મહારાજને હાથમાં પિચકારી સાથે મનોરમ્ય વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતાં, રાધા કૃષ્ણ મૂર્તિ પ્રતિમા પાસે રંગીન જળનું પાત્ર અને અવનવા રંગો મહારાજ અને ગુરૂ પરંપરા પ્રતિમા સમક્ષ મૂકવામાં આવતા દિવ્ય માહોલ સર્જાયો હતો. સંપૂર્ણ સોશ્યલ ડિસ્ટન્સ સાથે મર્યાદિત સંખ્યામાં હરિભકતો દર્શન લાભ લઈ રહ્યા છે, વાંકાનેર મંદિર અને સત્સંગ વિકાસ માટે સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી, મંગલ પ્રકાશ સ્વામી, જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી, ઉર્મિલાબેન આશર, મહેંદ્રભાઈ ત્રિવેદી,સુમિતભાઈ ત્રિવેદી અને હરિભકતો અવિરત જહેમત ઉઠાવી રહ્યા છે.