મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી તાલુકાના જુના રફાળેશ્વર ગામની સીમ, કોરલ સિરામીક પાસે જાહેરમાં આરોપી અનિલભાઇ રાજુભાઇ સુસરા (ઉ.વ.૨૪, ધંધો-પ્રા.નોકરી રહે. ભડીયાદ, મોરબી) ને મેકડોવેલ્સ નં.૦૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓનલી લખેલ ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક વિદેશીદારૂની બોટલ નંગ-૦૧ કિં.રૂ.૩૭૫ સાથે ઝડપી લીધો હતો.પોલીસે આ આરોપી સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.