૧૦ એપ્રીલથી ટુર્નામેન્ટનો પ્રારંભ થશે: વિજેતા ટીમને ૫૧ હજારની રોકડ અને ટ્રોફી આપવામાં આવશે હળવદ: હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે એકતા મંચ સુંદરી ભવાની દ્વારા ગાયોના લાભાર્થે કબડ્ડી ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે આ કબડી ટુર્નામેન્ટનો ૧૦ એપ્રિલ થી ધારાસભ્યની ઉપસ્થિતિમાં પ્રારંભ થશે તેમ આયોજકોએ જણાવ્યુ છે હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે એકતા મંચ સુંદરી ભવાની આયોજક મિત્રો દ્વારા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ કબડ્ડી ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ૫૧૦૦૦ રોકડા અને ટ્રોફી આપવામાં આવશે સાથે દરેક મેચમાં બેસ્ટ રાઈટર, બેસ્ટ ડિફેન્ડર મેડલ આપવામાં આવશે ,રનર્સ-અપ ટીમને ટ્રોફી આપવામાં આવશે તેમજ ઓલ ટુર્નામેન્ટ બેસ્ટ રાઈટર બેસ્ટ ડિફેન્ડર ટ્રોફી આપવામાં આવશે,આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરના ખેલાડીઓ ભાગ લઈ શકશે જોકે ગુજરાત બહારના ખેલાડીઓ ભાગ નહીં લઇ શકે. આ ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા ઉપસ્થિત રહેશે સાથે આયોજકો દ્વારા ખાસ જણાવાયું છે કે કોરોનાને ધ્યાનમાં રાખી મર્યાદિત ટીમ રાખવામાં આવશે અને આ ટુર્નામેન્ટ અંદર પ્રો કબડ્ડીના નિયમ લાગુ પડશે,ઓપન ભાઈઓ કબડ્ડી ટુર્નામેન્ટ રહેશે તેમ જણાવ્યું હતું આ ટુર્નામેન્ટની અંદર એક પ્લેયર બીજી ટીમમાં રમી શકશે નહીં, ૮૫ કીલોથી વધારે વજન વાળા ખેલાડીઓને ટીમમાં રમી શકશે નહીં, આ ટુર્નામેન્ટની અંદર રફરીનો નિર્ણય આખરી રહેશે, ટૂર્નામેન્ટની એન્ટ્રી ૧૫૦૦ રાખવામાં આવી છે, રિપોર્ટિંગ ટાઈમ ૪:૦૦ વાગ્યાનો રહેશે અને સાંજે ટુર્નામેન્ટ શરૂ થવાનો સમય ૬:૦૦ વાગ્યાનો રહેશે, સુંદરી ભવાની ગામે કબડ્ડી ટુર્નામેન્ટ આગામી ૧૦ એપ્રિલના રોજ યોજાવા જઇ રહી છે ત્યારે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છુક ટીમોએ હરપાલસિંહ પઢીયાર-૮૦૨૨૧૦૪૬૩, નિલેશભાઈ ઠાકોર-૭૬૨૨૮૯૨૨૨૦, હિતેશભાઈ વરમોરા-૯૩૨૭૭૮૩૧૦૯, રાજદીપ ભાઈ ગામી-૯૬૬૪૮૫૮૧૬૫, મૌલિકભાઈ પટેલ-૮૧૪૧૨૭૨૦૩૪ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે સાથે જ ખેલાડીઓને જમવાની અને રાત્રિના રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.