પોલીસની તપાસમાં હત્યાનો બનાવ હોવાનું ખુલતા અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેર નજીક ગઈકાલે સાંજે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. આ બનાવની પોલીસની તપાસમાં અજાણ્યા પુરુષની હત્યા થયાનું બહાર આવ્યું છે. આથી પોલીસે હાલ અજાણ્યા શખ્સો સામે ખૂનનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના તુલશી હોટલ સામે કબ્રસ્તાન પાસે ગામ ભલગામ મેસરીયા નજીક ગઈકાલે તા.૨૬ ના રોજ સાંજના સમયે અજાણ્યો પુરુષ ઉમર વર્ષ આશરે ૩૫ થી ૪૦ વાળાની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસની તપાસમાં અજાણ્યા પુરુષની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. હત્યાનો બનાવ સામે આવ્યા બાદ ફરિયાદી યુનુસભાઇ ઇબ્રાહીમભાઇ વડાવીયા (ઉ.વ. ૪૯, ધંધો-ખેતી, રહે. મેસરીયા, તા. વાંકાનેર) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, એક અજાણ્યો પુરુષ ઉમર વર્ષ આશરે ૩૫ થી ૪૦ વાળાને કોઇ અજાણ્યા ઇસમે કોઇ અગમ્ય કારણસર માથાના પાછળના ભાગે શખ્ત અને બોથડ પદાર્થથી માર મારી ગંભીર ઇજા કરી મોત નીપજાવી ખુન કરીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના આઇ સી પોલીસ સબ ઇન્સ.બી.ડી જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ તપાસ ચાલવી રહ્યા છે.