મોરબી : મોરબીમાં સમસ્ત પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોના રહીશો દ્વારા આગામી તા. 21થી 27 એપ્રિલ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું રસપાન શાસ્ત્રી નિખીલભાઈ જોષી (રાધેકૃષ્ણ) દ્વારા સંગીતમય શૈલીથી કરાવશે. આ કથા સાંજે 4થી 7 વાગ્યા સુધી શ્રી પ્રધાનમંત્રી આવાસ યોજના, કેનાલ રોડ, નવલખી બાયપાસ, દલવાડી સર્કલ, મોરબી ખાતે યોજાશે. જેનો ભાવિકોએ લાભ લેવા સોમનાથ ધુન મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.