પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી મોરબી : મોરબીના પીપળી જેતપર રોડ ઉપર ટ્રકચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રકચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાધેશ્યામ તેજુલાલ સુર્યવંશી (ઉ.વ.૩૨, ધંધો-મજુરી, રહેવાસી-બેલા ગામની સીમ, વિકોન સિરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં, મોરબી, મુળ મધ્યપ્રદેશ) એ ટેઈલર નંબર RJ-52-GA-5087ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૬ ના રોજ મોરબીના પીપળી જેતપર રોડ બેલા ગામથી આગળ સોમનાથ પંપ તરફ પુલ પાસે આરોપીએ પોતાના હવાલાનુ ટેઇલર નંબર-RJ-52-GA-5087 વાળુ પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીને તેની સાથેના બાઈક ચાલક નરેન્દ્રભાઇ અને ગોકુલલાલને હીરો હોન્ડા સીડી ડીલક્ષ નંબર GJ-૦૩-CP-૩૬૬૫ સહીત પાછળથી ઠોકર મારી હડફેટમાં લેતા કરી ફરીયાદીને તથા નરેન્દ્રભાઇને છોલછાલ કરી મુંઢ ઇજાઓ થઈ હતી. જ્યારે ગોકુલલાલનુ મોત નિપજયું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.