મૃતકના ભાઈની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મોરબી નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પુત્રવધુએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવમાં મૃતકના ભાઈની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી.જેમાં પુત્રવધુને મરવા મજબુત કર્યાના કેસમાં પોલીસે મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ત્રણને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના સામાકાંઠે શોભેશ્વર મેઈન રોડ ઉપર સોઓરડીના નાકે આવેલ મહાવીર પાર્ક સોસાયટીમાં રહેતી અનિતાબેન જીગ્નેશભાઈ સાગઠિયા (ઉ.વ.38) નામની પરિણીતાએ બે દિવસ પહેલા વહેલી સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતી. આ મામલે મૃતકના સુરેન્દ્રનગર રહેતા ભાઈ વિજયકુમાર છગનલાલ ચાવડાએ પોતાની બહેનના પતિ જીગ્નેશભાઈ ડાયાભાઈ સાગઠીયા, સસરા ડાયાભાઈ ગોરાભાઈ સાગઠીયા તેમજ સાસુ ચંન્દ્રીકાબેન ડાયાભાઈ સાગઠીયા (મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ) સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીની બહેન અનીતાબેનને આરોપી પતિ તથા સાસુ-સસરાએ રસોઇ કામ તથા ઘરકામ તેમજ કરીયાવર બાબતે અવાર નવાર દુ:ખ ત્રાસ આપી મહેણા ટોણા મારી ફરીયાદીની બહેનને મરવા મજબુર કરતા ફરીયાદીની બહેન અનીતાબેન પોતાની સાસરીમા ગળેફાસો ખાઇ લેતા તેનું મોત થયું હતું.આ બનાવની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.