મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો હતો. આ બનાવની પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા મૃતકન પરિવારજનોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમીયાનગર રહેતા ધનજીભાઇ છનાભાઇ બારોટ (ઉ.વ. ૩૦) નામના યુવાને ગઈકાલે તા.૨૬ ના રોજ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ લેતા તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પો.હેડ.કોન્સ.એફ આઇ સુમરા તપાસ ચાલવી રહ્યા છે.