વોર્ડ નંબર-4ના સદસ્ય અને તેમના પુત્ર પણ પોઝિટિવ મોરબી : મોરબીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગઈકાલે નગરપાલિકાના ચાર સદસ્ય કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નંબર -4ના મહિલા કાઉન્સિલર અને તેમના પુત્ર કોરોના પોઝિટિવ આવ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. મોરબી નગરપાલિકાના વોર્ડ-4ના નવનિયુક્ત મહિલા સદસ્ય મનીષાબેન ગૌતમભાઈ સોલંકી અને તેમના પુત્ર જયરાજ ગૌતમભાઈ સોલંકી કોરોના પોઝિટિવ આવતા બન્ને હોમઆઇસોલેટ થયા છે.